India / Business
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મેટ્રો શહેરોમાં મિનિમમ બેલેન્સની રકમ ઘટાડી,1 ઓક્ટોબરથી અમલ શરૂ શશે
02:37 PM on 26th September, 2017

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મેટ્રો શહેરોના ગ્રાહકના ખાતામાં મિનિમમ બેલેન્સની રકમમાં ઘટાડો કર્યો છે.આ ઘટાડો એક ઓકટોબરથી અમલમાં આવશે.

અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલમાં કહેવાયું છે કે,મેટ્રો શહેરોમાં  મિનિમમ બેલેન્સની રકમ 5000થી ઘટાડી 3000 રૂપિયા કરવામાં આવી છે. શહેરી અને અર્ધ શહેરી અને ગામડાઓના ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સની રકમમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું નથી.

 

મેટ્રો અને શહેરી વિસ્તારમાં મિનિમમ બેલેન્સ ન રાખવાથી જે દંડ કરવામાં આવતો હતો તે રકમમાં 20-25 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે.મેટ્રો શહેરના બેંકના ગ્રાહકો તેમના ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખે તો 50 રૂપિયા અને શઙેરી વિસ્તારોમાં 30 રૂપિયા દંડ કરવામાં આવશે.અર્ધ શહેરી અને ગામડાઓમાં આ રકમ 20 થી 40 રૂપિયા રહેશે.

બેંકે જાણકારી આપી કે,હાલમાં બેંકના 46 કરોડ ગ્રાહકો છે જેમાંના પ્રદાનમંત્રી જનધન યોજના અને અન્ય લાભકારી યોજનાઓના લાભાર્થીઓને અગાઉ છૂટ આપી દેવામાં આવી છે.આ ખાતાધારકોના ખાતામાં શૂન્ય બેલેન્સ હોય તો પણ તેમને કોઇ દંડ કરવામાં નતી આવતો.

 
 

Read Also

 
Related News