India / Business
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ નેટ બેંકિંગ ગ્રાહકો માટે સેવા મર્યાદામાં વધારો કર્યો
12:50 PM on 03rd August, 2017

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના નેટ બેંકિંગ ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ કરી છે.આ સુવિધા હેઠળ સેવા મર્યાદામાં 2.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.બેંકે આપેલી જાણકારીમાં કહેવાયું છે કે,હવે થી ક્વિક ટ્રાન્સફર સેવામાં એક દિવસમાં 25000 રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકાશે અને તે માટે લાભકર્તાને જોડવો પડતો હતો પણ હવે તેની જરૂર નહીં રહે.

 

ઉલ્લેખનિય છે કે,નેટ બેંકિંગના માધ્યમથી સામાન્ય રીતે વિવિધ વિકલ્પો દ્વારા પૈસા મોકલવામાં આવતા હતા પણ આ બધા વિકલ્પોમાં જે તે લાભકર્તાને જોડવો પડતો હતો જેમાં 2થી3 કલાકથી લઇને એક દિવસ સુધીનો સમય લાગતો હતો.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હવે ક્વિક ટ્રાન્સફર સેવા હેઠળ દરેક લેવડ દેવડ (ટ્રાન્ઝેકશન)ની મર્યાદા પણ બે ગણી એટલે કે,10,000 રૂપિયા કરી દીધી છે.અગાઉ આ મર્યાદા 5000ની હતી.આ સેવાનો અર્થ કે લાભ એ છે કે,હવેથી ક્વિક ટ્રાન્સફર સેવાના ઉપયોગથી તમે તમારા ખાતા સાથે લાભાર્થીને જોડ્યા વિના અન્ય કોઇ પણ ખાતામાં પૈસા મોકલી શકશો.

આ માટે તમારે એટલું કરવું પડશે કે,જે ખાતામાં રૂપિયા મોકલવાના હોય તે ખાતાનો નંબર અને તેની બેંકનો  IFSC  કૉડ લખવો પડશે, આ સિવાય અન્ય કોઇપણ માહિતી આપવાની જરૂર નહીં રહે.આ સેવા હેઠળ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ગ્રાહક અન્ય સ્ટેટ બેંક ખાતામાં પૈસા મોકલે તો કોઇ ચાર્જ નહીં લાગે પણ જો અન્ય કોઇ બેંકમાં પૈસા મોકલશે તો પ્રતિ ટ્રાન્ઝેક્શન 2 રૂપિયા ચાર્જ લેવાશે.

 
 

Read Also

 
Related News