જોડિયા બાળકોની માતા બનવા જઇ રહેલી સેલિના જેટલીના બાથટબ વાળા ફોટોની બબાલ અને સેલિનાનો જવાબ
હિંદી ફિલ્મોની બૉલ્ડ અભિનેત્રી સેલીના જેટલી જોડિયા બાળકોની માતા બનવાની છે.હાલમાં ગર્ભવતી સેલીના એ તાજેતરમાં તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.જેમાં તે બાથટબમાં છે અને તેનું બેબી બંપ દેખાય છે.સેલીનાના આ ફોટોની અમુક લોકોએ અભદ્ર ટીકા કરી તેનો તેણે ફેસબુક પર જોરદાર જવાબ આપ્યો છે.
ઉલ્લેખનિય છે કે,સેલીના જેટલી હાલમાં ગર્ભવતી છે અને તેના ગર્ભમાં એક સાથે બે સંતાન ઉછરી રહ્યા છે.સેલીનાએ તેના બેબી બંપ સાથે અનેક ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યા છે જેમાં એક ફોટો એવો પણ હતો કે,તે બાથટબમાં સૂતી છે અને તેનું બેબી બંપ દેખાય છે.

આ ફોટા વિશે અભદ્ર ટિપ્પણી કરનારા,સંસ્કાર અને સંસ્કૃતિનો ઉપદેશ આપનારા અને બળાત્કાર કરવાની ધમકી આપનારાઓને સેલીનાએ ફેસબુક પર જવાબ આપ્યો છે.સેલીનાએ લખ્યું છે કે,આ ફોટો પોસ્ટ કર્યા પછી તેનું કોમેન્ટ બૉક્સ લડાઇનું મેદાન બની ગયું છે.જેમાં એત કપ તેના પ્રશંસકો હતા અને બીજી તરફ ટ્રોલર્સ.ટ્રોલર્સ દ્વારા કરવામાં આવેલી કોમેન્ટસથી મને માત્ર હસવું આવ્યું.આ પ્રકારની માનસિકતાની મારા પર વ્યક્તિગત રીતે કોઇ અસર નથી થતી.મને જે વાતે દુઃખ થું તે એ છે કે,આજે પણ એક મહિલા કે જે ગર્ભવતી છે તેને સોશિયલ પ્લેટફોર્મ પર સેકસ્યુઅલ એબ્યુઝ અને વર્બલ એબ્યુઝ કરવામાં આવે છે અને તે માત્ર એટલા માટે કે,તે ફોટો સમાજના ધર્મના અમુક ઠેકેદારોના ધોરાધોરણથી વિરૂદ્ધ છે.

તેણે લખ્યું કે,બાથટબના મારા ફોટામાં બેબી બંપ,ગોઠણ અને હાથ સિવાય શું દેખાય છે ? આનાથી વધુ તો મારી અને મારી અનેક સાથી અભિનેત્રીઓના આઉટફીટ્સમાં ફિલ્મોમાં જોવા મળે છે.અમારા ફોટાને કારણે પોતાને માટે શરમ અનુભવતા લોકોને કહેવા ઇચ્છીશ કે,એક મહિલા માટે તેમના વિચાર હલ્કા છે.જે તેમને નહીં પણ અમને શરમ અનુભવ કરાવવાની કોશિશમાં રહે છે.આવા પ્રકારના લોકોને કારણે જ આપણા દેશમાં મહિલાઓ સાથે હિંસા વધી રહી છે.