India / sports
રવિ શાસ્ત્રી માગશે તે સપોર્ટિંગ સ્ટાફ મળશે,CACનું કામ પુરું થયું છે, હવે COA નિર્ણય કરશે
01:40 PM on 14th July, 2017

ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલીનો દબદબો કે પાવર શું છે તે સાબિત થઇ ગયું છે.વિરાટની માગણી મુજબ રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાનો મુખ્ય કૉચ બનાવી દેવાયો છે અને હવે શાસ્ત્રીને તેની  માગણી મુજબનો સપોર્ટિંગ સ્ટાફ પણ આપવામાં આવશે મતલબ કે,સચિન-દ્રવિડ-લક્ષ્મણની સલાહકાર સમિતિએ નક્કી કરેલા બેટિંગ અને બોલિંગ કૉચ બદલી શકે છે.બોર્ડની વહીવટી સમિતિ COA કહ્યું છે કે,સલાહકાર સમિતિ CACએ તેનું કામ પરુરું કર્યું છે.હવે પછીના નિર્ણયો તે લેશે.ક્રિકેટ બોર્ડના નિવેદનમાં કહેવાયું છે કે, કોચ પસંદ કરવો તે જ CACનો અધિકાર છે,સપોર્ટ સ્ટાફની પસંદગી CACના અધિકાર ક્ષેત્રમાં નથી.

 

 

CACએ મુખ્ય કૉચ પદે શાસ્ત્રીની પસંદગી કરવા સાથે બોલિંગ કૉચ તરીકે ઝહીરખાન અને ટીમ ઇન્ડિયા જ્યારે વિદેશ પ્રવાસે જાય ત્યારે બેટિંગ કૉચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરી હતી.સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત વહીવટી સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું છે કે,CACએ તેના અધિકાર ક્ષેત્રની બહાર જઇ સપોર્ટિંગ સ્ટાફની પસંદગી કરી છે.વિનોદ રાયના આ નિવેદન પછી ક્રિકેટ બોર્ડે નિવેદન કર્યું હતું કે,સપોર્ટિંગ સ્ટાફની પસંદગી મુખ્ય કૉચ શાસ્ત્રીના કહેવા મુજબ જ પસંદ કરવામાં આવશે.

ક્રિકેટ બોર્ડ અને વહીવટી સમિતિના CAC પ્રત્યેના આ વલણ પછી હવે CACના સદસ્યો સચિન,ગાંગુલી અને લક્ષ્મણ રાજીનામા આપે તો નવાઇ નહીં હોય.

 
 

Read Also

 
Related News