India / sports
શ્રીસંત પરનો BCCIનો આજીવન પ્રતિબંધ કેરલ હાઇકોર્ટે હટાવ્યો
02:50 PM on 07th August, 2017

2013માં ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 6માં સ્પૉટ ફિક્સિંગમાં દોષિત ઠરેલા અને ક્રિકેટ રમવા પર BCCIનો આજીવનનો પ્રતિબંધ વેઠી રહેલા શ્રીસંતને માટે સારા સમાચાર છે.શ્રીસંત પરનો BCCIનો પ્રતિબંધ કેરલ હાઇકોર્ટે ઉઠાવી લીધો છે.

 

ઉલ્લેખનિય છે કે,શ્રીસંત એર્નાકુલુમ ક્લબની બે દિવસીય મેચ અને સ્કોટલેન્ડમાં કલબ ક્રિકેટ રમવા ઇચ્છતો હતો પણ BCCIએ આ માટે તેનેમંજૂરી આપી ન હતી.BCCIના પ્રતિબંધને તેણે કેરલ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.તેણે કહ્યું કે,મારા પરના આજીવન પ્રતિબંધ વિશે કોઇ સત્તાવાર પત્રક નથી તો અમ્પાયર મને રમવાથી કેમ રોકી શકે ? હું જ્યારે તિહાડ જેલમાં હતો ત્યારે મને સસ્પેન્શન લેટર મળેલો અને તે માત્ર 90 દિવસ માટે જ માન્ય હતો.પ્રતિબંધ અંગે આજ સુધી કોઇ સત્તાવાર વાત નથી થઇ.હું મૂર્ખ હતો કે આટલા દિવસ ક્રિકેટ ન રમ્યો.મારી સાથે આતંકવાદી કરતાં પણ ખરાબ વર્તન કરાયું.

 
 

Read Also

 
Related News