India / Entertainment
કરણ જોહર હવે બીજું ટેક ઓવર કરવા માગે છેઃસિમી ગરેવાલની વ્યથા
03:35 PM on 15th August, 2017

સિમી ગરેવાલ..હિંદી ફિલ્મોની એ નિર્ભીક અભિનેત્રીનું નામ છે જે 60ના દશકમાં બોલ્ડ હતી.તેના જેવું સમૃદ્ધ અંગ્રેજી કદાચ બીજી કોઇ અભિનેત્રીનું નથી.ટેલિવિઝન પરનો સિમીનો ટૉક શૉ રેંદેવુ વીથ સિમી ગરેવાલ...ઇન્ટરવ્યુ લેવાની કળાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે.સિમીની બોલવાની શૈલી,તેની સંસ્કારી અને સમૃદ્ધ ભાષા,તેના કોમળ અને ઋજુ ઉચ્ચાર,સામે બેઠેલી હસ્તીને સવાલ પૂછતા સમયે તેના ચહેરા પરના શીલવાન ભાવ...જોઇએ તો જ ખબર પડે ! 

પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને ડાયરેક્ટર તથા અનેક ટેલિવિઝન શૉનો જજ અને ટેલિવિઝન શૉ કૉફી વીથ કરણનો હોસ્ટ કરણ જોહર..ક્યારેય સિમી ગરેવાલ ન બની શકે.

 

કરણનો શૉ શરૂ થયા પછી સિમીના શૉના બદલે લોકો કૉફી વીથ કરણની ચર્ચા વધુ કરે છે.મીડિયામાં પણ કૉફી વીથ કરણને વધુ સ્થાન મળે છે.

સિમી ગરેવાલને લાગે છે કે,કરણ જોહરે તેના શૉનું અપહરણ કરી લીધું છે અથવા તો શૉને પડાવી લીધો છે.એક સમય હતો જ્યારે સિમીના શૉ રેદેવુ વીથ સિમી ગરેવાલના મહેમાન બનવું સ્ટારડમની સાબિતી હતી.

તાજેતરમાં સિમીએ ટ્વિટ કર્યું કે,ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન તેણે હોસ્ટ કર્યો હતો.આ ફેસ્ટિવલ પુરો થયા પછી કરણ જોહરે ફેસ્ટિવલના ડાટરેકટરને કહ્યું કે, હવે પછી આ શૉને હોસ્ટ કરવાની તેની ઇચ્છા છે.આ બીજું ટેકઓવર છે.

 

ઉલ્લેખનિય છે કે,સિમી જે શૉ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નને હોસ્ટ કરી રહ્યા હતા તેમાં એવોર્ડ લેવા કરણ ગયો હતો.સિમીએ જે ટ્વિટ કર્યું તેમાં આ બીજું ટેકઓવર છે તેમ લખ્યું તેનો ઇશારો તેના શૉ રેંદેવુ વીથ સિમી ગરેવાલ શૉ કરણે કૉપી વીથ કરણથી ટેકઓવર કરી લીધો તે તરફ હતો.

સિમીએ કરેલા આ ટ્વિટનું તેના ચાહકોએ સમર્થન કર્યું છે અને સિમીના ટ્વિટને રિ-ટ્વિટ કર્યું છે.ઉલ્લેખનિય છે કે,સિમીના શૉમાં ફિલ્મ સિવાયની મોટી હસ્તીઓ પણ આવી છે.જ્યારે કરણનો શૉમાં માત્ર ફિલ્મી હસ્તીઓ જ આવે છે અને કરણ ક્યારેક એવા સવાલો પૂછે છે જે પરિવાર સાથે જોવા અને સાંભળવા યોગ્ય નથી હોતા.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News