India / Entertainment
અમરનાથ યાત્રીઓને બચાવનાર બસ ચાલક સલીમ શેખને સોનુ નિગમ રૂપિયા પાંચ લાખ ઇનામ આપશે
02:40 PM on 14th July, 2017
અનંતનાગમાં ગત સોમવારે ગુજરાતના અમરનાથ યાત્રાઓની બસ પર આતંકી હુમલો કરાયો તે સમયે બસને ભગાવી યાત્રાળુઓનો જીવ બચાવનાર બસ ડ્રાઇવર સલીમ શેખને રૂપિયા પાંચ લાખ ઇનામ આપવાની ઘોષણા હિંદી ફિલ્મોના ગાયક સોનુ નિગમે કરી છે.

સોનુ નિગમના નજીકના સૂત્રોએ માહિતી આપી કે,સલીમ શેખની બહાદુરીથી સોનુ અત્યંત પ્રબાવિત થયો છે.તેને લાગે છે કે,આવા સાચા હીરોને સમ્માનિત કરવા જોઇએ.સોનુએ કહ્યું કે,આવા લોકોને સરકાર સમ્માનિત કરે છે પણ આવા લોકોને આર્થિક મદદ પણ કરવી જોઇએ.