હિંદી ફિલ્મોના હી મેન.ગરમ ધરમનો પુત્ર સની દેઓલ એકદમ શરમાળ, શાંત અને નમ્ર માણસ અને અભિનેતા તરીકે ઓળખાય છે પણ લગ્નબાહ્ય જીવનના સંબંધોની વાત કરીએ તો સની તેના પિતાને અનુસરે છે.સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા પ્રેમમાં હોવાની ચર્ચા વર્ષો પહેલાં ચાલતી હતી.સની અને ડિમ્પલ આજે પણ સાથે જ હોવાનું કહેતા અમુક ફોટા વાયરલ થયા છે.
હાલ જે ફોટા વાયરલ થયા છે તેમાં સની અને ડિમ્પલ રસ્તા પરની બેંચ પર બેઠા છે.ડિમ્પલના જમણા હાથમાં સળગતી સિગરેટ છે અને ડાબા હાતથી તેણે સનીનો હાથ પકડી રાખ્યો છે.આ ફોટા વિદેશના કોઇ શહેરના છે અને મોટેભાગે કદાચ લંડનના છે.

સની અને ડિમ્પલ બન્ને પરણેલા હતા છતાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.રાજેશ ખન્નાથી અલગ થએલી ડિમ્પલને સનીમાં તેનો પ્રેમી દેખાયો અને બન્નેના સંબંધો શરૂ થયા.વાત તો એવી પણ ચાલતી હતી કે,ડિમ્પલ અન સની સાથે જ રહેતા હતા અને તે સમયે નાની ટ્વિકંલ અને રિંકી ખન્ના સનીને પપ્પા કહેતી.
હવે તો સની અને ડિમ્પલ 60ની ઉંમરના થયા છે પણ બન્નેનો પ્રેમ આજે પણ જીવંત છે તે વાત આ ફોટા કહે છે.