India / gujarath
ગુજરાતમાં બારેમાસની જીવલેણ બીમારી બની ગએલા સ્વાઇન ફ્લૂ સામે ઘૂંટણીયે પડી ગએલું રાજ્યનું આરોગ્ય તંત્ર !
03:49 PM on 03rd August, 2017

સ્વાઇન ફલૂ નામની જીવલેણ બીમારીએ હવે ગુજરાતમાં કાયમી ઘર કરી લીધું છે.સામાન્ય રીતે શિયાળાના ઠંડા વાતાવરણમાં જ આવતી આ બીમારી છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં કાયમી બની ગઇ છે....ઋતુ ગમે તે હોય...વર્ષ 2017ના 7 મહિનામાં રાજ્યભરમાં સ્વાઇન ફલૂના 131 કેસ સરકારી ચોપડે નોંધાયા અને તેમાંથી 20 દર્દીના મોત થયા.સરકારના મંત્રીઓની બધી બીમારીઓ દૂર કરવાનું માસ્ટર,મંત્રીઓના બધા પ્રકારાન આરોગ્યને જાળવવામાં મસ્ત રહેતા સરકારી તંત્ર પાસે સ્વાઇન ફલૂથી થતાં મોત અટકાવવાની નથી કોઇ દ્રષ્ટિ,નથી કોઇ ઉપાય કે નથી કોઇ આયોજન....સિવાય કે સલાહ આપવી....!

 

ત્રણ વર્ષ પહેલાં માત્ર શિયાળામાં જ આવતો અને થતો સ્વાઇન ફ્લૂ અચાનક કાયમી કેમ બની ગયો તેનું સંશોધન કરવાનો તો વિચાર સરખો સરકારી તંત્રને નથી આવતો.છેલ્લા ત્રણ વર્ષના આંકડા કહે છે કે,વર્ષ 2015માં સ્વાઇન ફલૂના 2209 કેસ નોંધાયા અને 139 મોત થયા.વર્ષ 2016માં 152 કેસ નોંધાયા અને 34 મોત થયા.વર્ષ 2017ના આજ સુધીના સાત મહિનામાં 131 કેસ નોંધાયા અને 20 મોત થયા.

આ આંકડાને ઢાલ બનાવી સરકારી આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રી કહી શકે કે,વર્ષ 2015 કરતાં છેલ્લા બે વર્ષમાં કેસની સંખ્યા ઘટી છે અને તે અમારા પ્રયાસના કારણે.સરકાર આવું કહે તો તેને રોકી ન શકાય...આપણે સ્વીકાર ભલે ન કરીએ.

સરકારે જે બાબત અત્યંત ગંભીરતાથી લેવી અને વિચારવી જોઇએ તે એ છે કે,સંશોધકો કહે છે કે,સ્વાઇન ફલૂનો વાઇરસ બદલાયો છે.પહેલાં મહિલાઓ સ્વાઇન ફ્લૂનો વધુ શિકાર બનતી હવે પુરૂષો બહુ જલ્દી સ્વાઇન ફલૂનો શિકાર બની રહ્યા છે.

 

રાજ્યના મહાનગરો અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટમાં સ્વાઇન ફ્લૂ દર્દીઓની સંખ્યા વધી રહી છે.ગામડાના લોકો ડોકટર સુધી જતા નથી અને મોત પામે છે.શહેરોમાં લોકોમાં જાગૃતિ વધતા થોડા પણ શંકાસ્પદ લક્ષણ જણાય તો લોકો તરત ડૉકટર પાસે જાય છે અને તેથી શહેરોમાં સ્વાઇન ફ્લૂના વધુનેવધુ કેસ નોંધાય રહ્યા છે.

સરકારે સ્વાઇન ફલૂથી બે ડગલાં આગળ રહેવાની માનસિકતા અપનાવવી પડશે અને લોકોને કસમયે મરતા રોકવા પડશે...કમસે કમ મત માટે તો કરવું જ રહ્યું....


 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News