India / sports
ટીમ ઇન્ડિયાના સ્વાગત અને આરામ માટે સુવિધા સજ્જ રાજકોટ
04:03 PM on 02nd November, 2017

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4 નવેમ્બરે રાજકોટમાં બીજી ટી20 મેચ રમાવાની છે.ભારતીય ક્રિકેટ ટીમને આવકારવા અને તેમના આરામ-સુવિધા માટે રાજકોટ સજ્જ છે.

ટીમ ઇન્ડિયા રાજકોટમાં જે હોટલમાં ઉતરવાની છે તે હોટલના મેનેજમેન્ટે ટીમને આવકારવા અને તેમના ઉતારા માટે ઘણી વિશેષ વ્યવસ્થા અને સુવિધા કરી છે.ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ ચાર દિવસ રાજકોટ રોકાવાની છે.

 

ટીમ ઇન્ડિયા માટે હોટલમાં 45 રૂમ બૂક કરવામાં આવ્યા છે.ટીમ ઇન્ડિયાને આવકારતા પોસ્ટર હોટલ બહાર લગાવવામાં આવ્યા છે.ટીમ ઇન્ડિયા માટે 400 વાનગીઓનું મેનુ તૈયાર કરવામાં આવ્યું છે.

 

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર ધોની માટે માટે સ્યૂટ તૈયાર કરવામાં આવ્યા છે.વિરાટના સ્યૂટમાં તેની બેટ પર તેના ફોટાવાળા કુશન મૂકવામાં આવ્યા છે.ધોનીના સ્યૂટમાં તેના બેટ પર તેના,તેની પત્ની અને પુત્રીના ફોટાવાળા કુશન મૂકવામાં આવ્યા છે.

ટીમ ઇન્ડિયાના દરેક ખેલાડી માટે તેના ફોટાવાળા કૉફી મગ પણ બનાવવામાં આવ્યા છે.

 
 

Read Also

 
Related News