India / Entertainment
અક્ષય કુમારની 'બેબી'માં ડોકટરની ભૂમિકા ભજવનાર અભિનેતા સાજદ અલી,'ટાઇગર જિંદા હૈ' નો મુખ્ય ખલનાયક અબુ ઉસ્માન !
02:09 PM on 08th November, 2017

સલમાનખાનની આગામી ફિલ્મ 'ટાઇગર જિંદા હૈ'નું ટ્રેલર રજુ થયું અને લોકોની નજર ફિલ્મના વિલન પર પડી અને લોકો પ્રભાવિત થયા. આ વિલન પાત્રનું નામ છે અબુ ઉસ્માન અને તે ભૂમિકા નિભાવી રહ્યો છે ઇરાની અભિનેતા સાજદ અલી.

 

'ટાઇગર જિંદા હૈ'નું ટ્રેલર લોકો પસંદ કરી રહ્યા છે.લાંબા સમય પછી સલમાન અને કેટરીના સાથે છે.ટ્રેલરમાં સલમાનતો લોકોનું ધ્યાન ખેંચે જ છે.આ ઉપરાંત ફિલ્મનો વિલન અબુ ઉસ્માન પણ ધ્યાન ખેંચે છે.લોકો પૂછે છે કે,કોણ છે આ અભિનેતા ? લોકોએ આ અભિનેતાને જોયો છે અક્ષય કુમારની ફિલ્મ'બેબી'માં. 'બેબી'માં તેની ભૂમિકા બહુ નાની હતી. 'બેબી'માં અક્ષય કુમાર જે મૌલાનાનું અપહરણ કરે છે તે મૌલાનાને તપાસવા દવાખાનામાં જે ડોકટર આવે છે તે હોય છે સાજદ અલી.

'ટાઇગર જિંદા હૈ' નું ટ્રેલર જે રીતે લોકોને પસંદ પડી રહ્યું છે,લાગે છે કે,ફિલ્મ સફળ રહેશે અને ટ્યૂબલાઇટનો જે ઝટકો સલમાનને લાગ્યો છે તેમાં રાહત આપશે.

 
 

Read Also

 
Related News