World / Politics
જો યુદ્ધ થશે તો ઉત્તર કોરિયાનો સંપૂર્ણ વિનાશ કરી દેવા પ્રેસિડેન્ટ ટ્રંપની સ્પષ્ટ વાત
12:34 PM on 30th November, 2017

ઉત્તર કોરિયા અમેરિકાને ઉશ્કેરી રહ્યું છે.ઉત્તર કોરિયાની ધમકીઓથી ત્રસ્ત અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું છે કે,જો યુદ્ધ થશે તો ઉત્તર કોરિયાનો સંપૂર્ણ વિનાશ કરી દઇશું.તેમણે દુનિયાના બધા દેશોને કહ્યું છે કે,તેઓ ઉત્તર કોરિયા સાથેના રાડજનયિક અને આર્થિક સંબંધો તોડી નાખે.

ઉત્તર કોરિયાએ હાલમાં જ મિસાઇલ પરીક્ષણ કર્યું તે પછી તેના પર વધારાના પ્રતિબંધો મૂકવા અમેરિકાએ નિર્ણય કર્યો છે.ટ્રંપે ચીનના પ્રેસિડેન્ટ જિન પિંગ સાથે વાત કરી અને ઉશ્કેરણીજનક પગલાં લેતા ઉત્તર કોરિયાને રોકવા કહ્યું.ટ્રંપે જિન પિંગ સાથેની વાતમાં કહ્યું કે,અમેરિકા તેની અને તેના ભાગીદાર દેશોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.

 

 

ટ્રંપે ટ્વિટ કરીને લખ્યું કે,ઉત્તર કોરિયાના ઉશ્કેરણીજનક પગલાં વિશે ચીનના પ્રેસિડેન્ટ જિન પિંગ સાથે હમણાં વાત કરી.ઉત્તર કોરિયા પર વધારાના મોટા પ્રતિબંધ મૂકવામાં આવશે.ટ્રંપે દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ અને જાપાનના વડાપ્રધાન સાથે પણ ઉત્તર કોરિયા બાબતે વાત કરી હતી.

ઉલ્લેખનિય છે કે,અઢી મહિના શાંત રહ્યા પછી ઉત્તર કોરિયાએ બુધવારે આંતરખંડીય મિસાઇલને જાપાનના દરિયામાં ફાયર કર્યું હતું.આ મિસાઇલ વોશિંગ્ટન સહિત અમેરિકાના પૂર્વી સમુદ્રીય કિનારાના વિસ્તારો પણ આ મિસાઇલની રેન્જમાં આવે છે.

 
 

Read Also

 
Related News