World / Politics
'પર્સન ઓફ ધ યર-2017'ની વાતઃ સાચું કોણ પ્રેસિડેન્ટ ટ્રંપ કે TIME સામયિક ?
01:06 PM on 25th November, 2017

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપનું એક ટ્વિટ અને આ ટ્વિટના જવાબમાં દુનિયાના પ્રસિદ્ધ સામયિક ટાઇમ દ્વારા કરવામાં આવેલા ટ્વિટના કારણે કોણ સાચુંનો વિવાદ ઉભો થયો છે.

ઉલ્લેખનિય છે કે,પ્રેસિડેન્ટ ટ્રંપે ટ્વિટ કર્યું કે, ''ટાઇમ સામયિકે કહ્યું કે,ગત વર્ષની જેમ આ વર્ષે પણ હું કદાચ પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવું પણ મારે એક ઇન્ટરવ્યુ આપવા અને ફોટોષૂટ માટે હા કહેવી પડશે.મેં કહ્યું કે,કદાચ આ સાચું નથી અને ના કહી દીધી.જો કે,તેમ છતાં ધન્યવાદ.''

 

 

ટ્રંપના આ ટ્વિટનો જવાબ આપતા ટાઇમ સામયિકે ટ્વિટ કરીને કહ્યું કે,અમેરિકાના પ્રેસિડેન્ટને અમે એવું ક્યારેય નથી કહ્યું કે,તેમનો ઇન્ટરવ્યુ અમે એટલે કરી રહ્યા છીએ કે,તેમને 'પર્સન ઓફ ધ યર' પસંદ કરવામાં આવનાર છે.ટાઇમ સામયિકે કહ્યું કે,પરિણામાના દિવસ પહેલાં અમે કોઇના પણ નામ અંગે ટિપ્પણી ન કરી શકીએ.

ઉલ્લેખનિય છે કે,વર્ષ 1927થી ટાઇમ સામયિક દર વર્ષે 'પર્સન ઓફ ધ યર' નો એવોર્ડ આપે છે.ગત વર્ષે ડોનાલ્ડ ટ્રંપને આ એવોર્ડ મળેલો.આ પહેલાં એટલે કે,2015માં જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલને આ એવોર્ડ મેળેલો.

આ વર્ષે આ એવોર્ડ માટેનું ઓનલાઇન મતદાન ચાલી રહ્યું છે જે 6 ડિસેમ્બર સુધી ચાલશે.

 
 

Read Also

 
Related News