India / Entertainment
બૉક્સ ઓફિસને 'ટ્યૂબલાઇટ'ની નહીં 'ટૉયલેટ'ની જરૂર.... વ્યંગ અને કટાક્ષના મિશ્રણ સાથે ટ્વિંકલ ખન્નાની રમૂજ વૃતિ !
05:21 PM on 14th August, 2017

અભિનેત્રી તરીકે અસફળ પણ બ્યુટી વીથ બ્રેઇનની કહેવતને ટ્વિંકલ ખન્ના સાર્થક અને ચરિતાર્થ કરે છે. અભિનેતા અક્ષય કુમારીની નવી ફિલ્મ ટૉયલેટ એક પ્રેમકથાની સફળતાને આધાર બનાવી  ટ્વિંક્લ ખન્નાએ કહ્યું છે કે,બૉક્સ ઓફિસને 'ટ્યૂબલાઇટ'ની નહીં 'ટૉયલેટ'ની જરૂર છે.

ઉલ્લેખનિય છે કે,અક્ષય કુમારની હાલમાં રજૂ થએલી ફિલ્મ 'ટૉયલેટ એક પ્રેમકથા' બૉક્સ ઓફિસ પર સફળ થઇ રહી છે.'ટૉયલેટ એક પ્રેમકથા'નું વીક એન્ડ કલેકશન 51 કરોડે પહોંચ્યું છે.પતિની ફિલ્મની સફળતાથી ખુશ ટ્વિંકલે ટ્વિટ કર્યું કે, ''લાગે છે કે,બૉક્સ ઓફિસને પણ આ ટોયલેટની જરૂર હતી.''

 

ઉલ્લેખનિય છે કે,સલમાનખાનની 'ટ્યૂબલાઇટ' અને શાહરૂખખાનની 'જબ હેરી મેટ સેજલ' બૉકસ ઓફિસ પર ઉંધે માથે પછડાય હતી.ટ્વિંકલ ખન્નાએ આ બન્ને ફિલ્મની અસફળતાના સંદર્ભમાં આ ટ્વિટ કરી વ્યંગ અને કટાક્ષ સાથે રમૂજ પણ કરી લીધી હતી.

 
 

Read Also

 
Related News