India / sports
કોચનો વિવાદ અને વિરાટની વાતઃ ''ડ્રેસિંગરૂમની પવિત્રતા જાળવવા હું કયારેય નહીં બોલું કે,અંદર શું થયું,અનિલભાઇના અભિપ્રાયનું હું સમ્માન કરું છું''
12:06 PM on 23rd June, 2017

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગએલી ટીમ ઇન્ડિયા આજે તેની પહેલી મેચ રમવાની છે.આ મેચ પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે,તે અનિલ કુંબલેના અભિપ્રાયનો આદર કરે છે અને ડ્રેસિંગરૂમમાં શું થયું હતું તે વાત તે સાર્વજનિક ન કરી શકે.

ટીમ ઇન્ડિયાના કોચ પદેથી અનિલ કુંબલેએ રાજીનામું આપ્યું તે ઘટનાનો ઉગ્ર વિવાદ હાલમાં ચાલી રહ્યો છે.કુંબલેના રાજીનામા અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના કારમા પકાજય પાછળ કેપ્ટન વિરાટ કોહલીનો અહંકાર જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વેસ્ટ ઇન્ડિઝના પોર્ટ ઓફ સ્પેનમાં આજે વન-ડે શ્રેણીની પ્રથમ મેચ રમતા પહેલાં પ્રેસકોન્ફરન્સમાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, તે ડ્રેસિંગરૂમની પવિત્રતા જાળવવા ઇચ્છે છે અને તેથી તેક્યારેય નહીં બોલે કે,અંદર શું બન્યું.ડ્રેસિંગરૂમમાં જે કંઇ પણ બને છે તે બહુ પવિત્ર હોય છે.આ એવું હોય છે જેને હું સાર્વજનિક રીતે ન કહી શકું.

 

 

તેણે કહ્યું કે,અનિલભાઇએ તેમના વિચાર રજૂ કર્યા અને જતા રહેવાનો નિર્ણય કર્યો.અમે બધા તેમના નિર્ણયનો આંદર કરીએ છીએ.અમે છેલ્લા 3-4 વર્ષમાં એક સંસ્કૃતિ બનાવી છે કે,ડ્રેસિંગરૂમમાં જે બને તે બહાર ન જવું જોઇએ.અમે તેને જાળવવાની કોશિશ કરી છે.અમારા માટે તે સર્વોપરિ છે.અનિલભાઇના અભિપ્રાયનો હું આદર કરું છું.

કોહલીએ કહ્યું કે, એક ખેલાડી તરીકે કુંબલેની ઉપલબ્ધિઓનું તેણે અને તેની ટીમના ખેલાડીઓએ હંમેશા સમ્માન કર્યું છે.એક ક્રિકેટર તરીકે દેશ માટે રમી તેણે જે મેળવ્યું તેનું હું સમ્માન કરું છું.આ સમ્માન પરત ન લઇ શકાય.

કુંબલેના કોચિંગ વિશે જ્યારે તેમને પુછવામાં આવ્યું ત્યારે તેણે ફરી કહ્યું કે,મારા માટે ડ્રેસિંગરૂમની ગુપ્તતા જાળવવી તે સૌથી વધુ મહત્વનું છે.ડ્રંસિગરૂમમાં જે કંઇ બને છે તે બધા માટે બહુ અંગત અને મહત્વનું હોય છે.તેણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે, કુંબલેની કોચ તરીકેની ભૂમિકા અંગે તે વાત નહીં કરે.

 
 

Read Also

 
Related News