India / sports
હું સતત ત્રણ વાર ફ્લોપ રહું તો કોઇ ટીકા નથી કરતા તો ધોનીની ટીકા શા માટે,'વિરાટ હ્રદય' કોહલીનો સવાલ !
01:51 PM on 08th November, 2017

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું છેલ્લા થોડા સમયથી અચાનક હ્રદય પરિવર્તન થયું છે અને સતત ધોનીની પ્રંશસા અને સમર્થન કરી રહ્યો છે.ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રીજી અને અંતિમ ટી20 મેચ જીતી શ્રેણી 2-1થી જીતી લીધા પછી પ્રેસકોન્ફરન્સમાં વિરાટે ધોનીની ટીકા કરનારાઓનો ઉધડો લીધો હતો.

ત્રીજી અને અંતિમ ટી20 મેચ જીત્યા પછી મીડિયા સાતે વાત કરતાં વિરાટે કહ્યું કે,"મને એ નથી સમજાતું કે,લોકો ધોની સામે આંગળી કેમ ચિંધે છે.એક બેટસમેન તરીકે જો હું સતત ત્રણવાર ફ્લોપ રહું તો મારી પર કોઇ આંગળી નથી ઉઠાવતું,એટલા માટે કે,મારી ઉંમર 35 વર્ષથી વધુ નથી ? હાર્દિક પંડયા પણ છેલ્લી ઇનિંગોમાં નથી ચાલ્યો,તેને પણ કોઇએ કશું ન કહ્યું,તો પછી ધોની જ કેમ ? "

 

કોહલીએ કહ્યું કે, .'' ધોની સંપૂર્ણ ફીટ છે.બધા ફીટનેસ ટેસ્ટ તેણે પાસ કર્યા છે.મેદાન પર પણ તે ટીમની બધી સંભવ મદદ કરે છે. મેદાન પર રણનીતિ બનાવવાની હોય,ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના હોય કે અન્ય કોઇ મુદ્દો હોય,ધોની બધી રીતે મદદ કરે છે.શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં તમે જોયું હશે કે,ધોનીનું પ્રદર્શન શાનદાર રહ્યું.ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ તેને બેટિંગની વધુ તક ન મળી.તમારે એ સમજવું પડશે કે,તે કયા ક્રમે અને ક્યા સમયે બેટિંગ કરવા આવે છે.તે સ્થિતિમાં ક્યારેક હાર્દિક પણ બેટિંગ નથી કરી શકતો અને તમે એક જ વ્યક્તિ પર આંગળી ઉઠાવો છો..''

'' ધોની જયારે બેટિંગ કરવા આવે છે ત્યારે ટીમને સાડા આઠ કે સાડા નવની સરેરાશથી રન બનાવવાના હોય છે.ત્યારે વિકેટ પણ ધીમી પડી ગઇ હોય છે.જે ખેલાડી પહેલેથી પિચ પર હોય છે તેને માટે રમવું સરળ હોય છે પણ નવા બેટસમેન માટે મુશ્કેલ.લોકોએ થોડી ધીરજ રાખવી પડશે.ધોની બહુ સારો ખેલાડી છે.''

 
 

Read Also

 
Related News