India / Business
મોદી ટ્રંપને મળી વાત કરે તે પહેલાં જ ઇન્ફોસિસના વિશાલ સિક્કાની સ્પષ્ટ વાત...''ભારતની આઇ ટી કંપનીઓ અમેરિકાના એચ1-બી વિઝાની લાચાર નથી''
12:02 PM on 24th June, 2017

વડાપ્રધાન અમેરિકાની યાત્રા માટે રવાના થઇ ગયા છે અને અમેરિકામાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપ બાબતે બંને દેશ વચ્ચેના સંબંધો અને સમસ્યાઓ અંગે વાત કરવાના છે. મોદી અમેરિકા પહોંચે અને પ્રેસિડેન્ટ ટ્રંપ સમક્ષ એચ1-બી વિઝા અંગે વાત કરે તે પહેલાં જ ભારતની પ્રમુખ આઇટી કંપની ઇન્ફોસિસના સીઇઓ વિશાલ સિક્કાએ કહ્યું છે કે,''ભારતની આઇ ટી કંપનીઓ અમેરિકાના એચ1-બી વિઝાની લાચાર નથી''.

ઉલ્લેખનિય છે કે,અમેરિકામાં સત્તા પર આવેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપે એચ1-બી વિઝાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે,એચ1-બી વિઝાને કારણે અમેરિકનોની નોકરીઓ ઝૂંટવાય છે.

 

 

ઉલ્લેખનિય છે કે,એચ1-બી વિઝા ભારતની આઇટી કંપનીઓમાં બહુ પ્રિય છે અને આ વિઝાનો મહત્તમ ઉપયોગ ભારતની સોફટવેર નિકાસકાર કંપનીઓ કરે છે.

ઇન્ફોસિસના સીઇઓ વિશાલ સિક્કાએ કહ્યું કે,ભારતની આઇટી કંપનીઓએ નવી ટેકનિકોના માધ્યમથી મળતા નવા અવસરોનો ઉપયોગ કરવાની જરૂર છે.આ નવી ટેકનિકોમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ) ટેકનિક પણ સામેલ છે જેને કારણે બહુ ઝડપથી બદલતા આઇટી ટેકનોલોજીના વાતાવરણમાં ભારત તેની ઉચ્ચક્રમની સ્થિતિને જાળવી શકે છે.

 

 

તેમણે કહ્યું કે,એવું વિચારવું કે કહેવું ખોટું હશે કે,આપણે એચ1-બી પર આધારીત છીએ.જો તમે વિતેલા 10 વર્ષના સમયગાળાને જોશો તો લગભગ દર વર્ષે 65000 એચ1-બી વિઝા આપવામાં આવ્યા અને 10 વર્ષમાં 6,50,000 વિઝા આપવામાં આવ્યા.જ્યારે કે આપણી આઇટી કંપનીઓએ સામૂહિક સ્તરે અનેક લાખ નોકરીઓ આપી છે.એકલા ઇન્ફોસિસના જ 2 લાખ કર્મચારી છે અને ટીસીએસે આનાથી લગભગ બેગણા લોકોને નોકરીઓ આપી છે.આ સ્થિતિને જોતાં એમ કહેવું કે,ભારતની આઇટી કંપનીઓ એચ1-બી વિઝા પર આધારીત છે,તે સાચું નથી.

સિક્કાએ કહ્યું કે,વિતેલા 35 વર્ષોમાં અમે અમેરિકાને ઘણું પરત આપ્યું છે.આગામી બે વર્ષમાં અમેરિકામાં 10,000 નવા રોજગાર ઉભા કરવા અંગે અમે વિચારી રહ્યા છીએ અને આગામી વર્ષ સુધીમાં અમે અમેરિકામાં 500 લોકોને નોકરી આપશું.તેમણે કહ્યું કે,અમેરિકાની અર્થવ્યવસ્થામાં ભારતીય આઇટી કંપનીઓએ ઘણું યોગદાન આપેલું છે અને આગળ પણ આપતી રહેશે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News