India / Business
ખોટા અને ભ્રામક મેસેજ રોકવા વ્હોટ્સએપનું નવું ફીચર...કોઇ પણ ગ્રુપ કે વ્યક્તિને બ્લોક કે સ્પામ કરી શકાશે
03:54 PM on 12th June, 2017

ઇન્સટન્ટ મેસેજ એપ વ્હોટ્સએપ એક નવું સુરક્ષા ફીચર લાવ્યું છે.આ ફીચરનો ઉપયોગ કરી તમે કોઇ પણ વ્યક્તિ કે,ગ્રુપને રિપોર્ટ સ્પામ કરી શકશો.છેલ્લા ઘણા સમયથી ખોટા અને ભ્રામક મેસેજ વ્હોટસએપ પર ફરી રહ્યા છે.હમણાં તો આ ફીચર ઓન્ડ્રોયડ બીટા યુઝર્સને આ નવા ફીચરનો લાબ મળી રહ્યો છે.થોડા સમય પછી બધા યુઝર્સને આ ફીચરનો લાભ મળશે.

 

આ જે નવું ફીચર છે તેનો ઉપયોગ એવા લોકો માટે પણ કરી શકાશે જે અજાણ્યા ફોન નંબર પરથી મેસેજ કરતા હોય.ફીચરનો આ વિકલ્પ કોન્ટેક્ટના Info પર મળશે.આ માટે યુઝર્સે વ્હોટસએપ ચેટ પર જવું પડશે.તે પછી તમે જે પણ યુઝરને તમે સ્પામ કે બ્લોક કરવા ઇચ્છો તેના પર ક્લિક કરવાનું રહેશે.હવે તે વ્યક્તિની પ્રોફાઇલ ખુલશે અને ત્યાં સૌથી નીચે સ્પામ અને બ્લોકના ઓપ્શન હશે તેના પર ટેપ કરો એટલે સ્પામ કે બ્લોક થઇ જશે.આવું જ રીતે તમે કોઇ ગ્રુપને પણ બ્લોક કે સ્પામ કરી શકશો.

 
 

Read Also

 
Related News