India / sports
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન વિરૂદ્ધ વિરાટની ટીમના કારમા પરાજયનો બદલો મિતાલી રાજની ટીમ મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં વિજય તિલકથી લેશે ?
04:56 PM on 28th June, 2017

ભારત અને પાકિસ્તાન ફરી ઇંગ્લેન્ડમાં ક્રિકેટના મેદાન પર અથડાશે.આ વખતે ટીમ હશે..ભારતની મહિલા ક્રિકેટ ટીમ.ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીની ટીમે કારમી રીતે પરાજીત થઇ અને ભારતના ક્રિકેટ રસિકોના હ્રદય પર કારમો ઘા કરી ગઇ.હવે 2 જુલાઇએ ડર્બીના કાઉન્ટી મેદાન પર ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ મહિલા વર્લ્ડ કપમાં અથડાવાની છે.

આઇસીસી યોજીત મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં 2 જુલાઇએ પાકિસ્તાન અને ભારતની ટમ વચ્ચે મુકાબલો થવાનો છે.ભારતીય સમય મુજબ બપોરે 3 કલાકથી મેચ શરૂ થશે.

 

ઉલ્લેખનિય છે કે,પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ ભારતની મહિલા ટીમ વિરૂદ્ધ ક્યારેય જીતી નથી.વર્ષ 2005થી2017 દરમિયાન બન્ને ટીમ વચ્ચે કુલ 9 મેચ રમાય છે તેમાં બધી મેચ ભારતીય ટીમ જીતી છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે મિતાલી રાજ.મિતાલી એકદમ શાંત સ્વભાવની છે અને ઠંડા મગજથી નિર્ણયો કરે છે.તેથી તેના પર પાકિસ્તાનની ટીમ માનસિક દબાણ બનાવવામાં સફળ નહીં રહે.ભારતીય મહિલા ટીમમાં વિશ્વસ્તરની ખેલાડીઓ છે..જેમાં મિતાલી રાજ ઉપરાંત ઝૂલન ગોસ્વામી,હરમપ્રીત કૌર,સ્મૃતિ મંધાનાનો સમાવેશ થાય છે.

 
 

Read Also

 
Related News