India / sports
WWEમાં કવિતા સલવાર-કમીઝ અને દુપટ્ટા સાથે રિંગમાં ઉતરી અને કમાલ હો ગયા...
03:56 PM on 02nd September, 2017

પહેલવાનોની ફ્રી સ્ટાઇલ કુશ્તીની સ્પર્ધાના વિદેશી કાર્યક્રમો WWF અને WWE જોવાના શોખીનોએ તાજેતરમાં WWECમાં એક નવું જ દ્રશ્ય જોયું.એક ભારતીય મહિલા પહેલવાન રિંગમાં ઉતરી અને તે પણ અન્ય વિદેશી મહિલા પહેલવાનો પહેરે છે તેવા શરીર દેખાતું હોય તેવા કપડાંના બદલે ભારતીય પોશાક...સલવારૃકમીઝ અને દુપટ્ટો પહેરીને.

 

ભારતની આ મહિલા પહેલવાનનું નામ છે કવિતા દેવી.34 વર્ષની કવિતા ધ ગ્રેટ ખલીની શિષ્યા છે.કવિતાની કુસ્તીનો વીડિયો WWEએ તેની સત્તાવાર વેબસાઇટ પર મૂક્યો છે.આ વીડિયોમાં કવિતા તેની હરીફ પહેલવાન ન્યૂઝીલેન્ડની ડકોટા સાથે રિંગમાં કુસ્તી લડતી દેખાય છે.જો કે,કવિતા ડાકોટા સામે હારી ગઇ હતી પણ WWEની રિંગમાં ઉતરનાર અને પુરા ભારતીય પોષાકમાં ઉતરનાર તે પ્રથમ ભારતીય પહેલવાન મહિલા બની ગઇ છે.

 
 

Read Also

 
Related News