India / sports
ચેમ્પિયન્સ ટ્રોફીમાં કારમો પરાજયઃ ટીમ મિટિંગમાં કરેલા નિર્ણયનો વિરાટે અમલ ન કર્યો અને પાકિસ્તાન જીતી ગયું !
12:21 PM on 22nd June, 2017

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત હારવાનું ન હતું...અને પાકિસ્તાન સામે નજર નીચી રાખવાની જે સ્થિતિ આવી તે પણ ન આવત જો વિરાટ કોહલીએ મનમાની ન કરી હોત.ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાની બેઠક થઇ તેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે,ટોસ જો ભારત જીતે તો પહેલાં બેટિંગ કરવી પણ કેપ્ટન વિરાટ કોહલીએ આ નિર્ણયથી વિરૂદ્ધ જઇ ટોસ જીતીને બેટિંગ માટે પાકિસ્તાનને મોકલ્યું અને પોતે ફિલ્ડિંગ પસંદ કરી અને ભારતે કારમો પરાજય સહન કરવો પડ્યો.

 

હિંદી સમાચાર પત્ર નવભારત ટાઇમ્સમાં પ્રકાશિત સમાચારમાં કહેવાયું છે કે,ટોસ જીત્યા પછી પાકિસ્તાનને બેટિંગ આપી વિરાટ ડ્રેસિંગરૂમમાં ગયો ત્યાં કોચ કુંબલેએ તેને આ બાબતે પુછ્યું તો વિરાટે બરાબર જવાબ ન આપ્યો.મિટિંગમાં નિર્ણય લેવાયો તેનો વિરાટે અમલ ન કર્યો અને કુંબલેને સરખો જવાબ પણ ન આપ્યો તેને કારણે મેચ શરૂ થતાં પહેલા જ ટીમ ઇન્ડિયામાં વાતાવરણ બગડી ગયું હતું

ફાઇનલ પહેલા ભારત અને પાકિસ્તાન રમ્યા ત્યારે ભારતે 319 રન બનાવ્યા હતા અને આટલા મોટા સ્કોરથી પાકિસ્તાન દબાણમાં આવી ગયું હતું અને 164 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. આ બાબતને ધ્યાનમાં રાખી ટીમ મેનેજમેન્ટે નિર્ણય કર્યો કે,ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ લેવી પણ વિરાટે તેથી ઉલ્ટું જ કરતા આખી ટીમને આશ્ચર્ય થયું હતું.

વિરાટની આ મનમાનીએ પાકિસ્તાનને વિજય અને ભારતને પરાજય અપાવ્યો અને ભારતીયોના મન દુખાવ્યા.

 
 

Read Also

 
Related News