India / sports
કારકિર્દી અસ્તાચળ તરફ, યુવરાજસિંહ યો યો ફિટનેસ પરીક્ષામાં નાપાસ !
01:40 PM on 12th October, 2017

આક્રમક ક્રિકેટર યુવરાજસિંહની કારકિર્દી કદાચ અંત તરફ જઇ રહી છે.મંગળવારે ક્રિકેટર્સના ફિટનેસ ટેસ્ટ જેને યો યો ટેસ્ટ કહે છે તે યોજાયો તેમાં યુવરાજસિંહ નાપાસ થયો છે.ચેતેશ્વર પૂજારા અને આર. અશ્વિન યો યો ટેસ્ટમાં પાસ થયા છે.

ઉલ્લેખનિય છે કે,બેંગાલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં મંગળવારે ક્રિકેરટર્સનો યો યો ટેસ્ટ યોજાયો હતો.આ ટેસ્ટમાં દોડવાનું હોય છે.જેમાં યુવરાજસિંહ પાસ ન થઇ શક્યો.અગાઉ પણ યો યો ટેસ્ટમાં યુવરાજ અને સુરેશ રૈના પાસ થયા ન હતા તેથી ટીમ ઇન્ડિયામાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.મંગળવારના ટેસ્ટમાં યુવરાજ નાપાસ થતાં હવે તે ટીમ ઇન્ડિયા તરફથી નહીં રમી શકે.હવે તેણે પંજાબ રણજીમાં જ રમીને સંતોષ કરવો પડશે.

 

 

યો યો ટેસ્ટ પાસ કરનારા આર. અશ્વિને ટ્વિટર પર આ સમાચાર આપ્યો.તેણે લખ્યું કે,યો યો ટેસ્ટ ડન એન્ડ ડસ્ટડ.ચેતેશ્વર પૂજારાએ પણ આ ટેસ્ટ પાસ કરી લીધો હોય,ટીમ ઇન્ડિયામાં સમાવેશની આશા રાખી શકે છે.

યો યો ટેસ્ટ દોડવાની પરીક્ષા છે. જેમાં 20 મીટરનું અંતર ધરાવતી બે લાઇન હોય છે.એક લાઇન દોરીલ હોય છે તેની પાછળ ઉભેલો ખેલાડી તેને નિર્દેશ મળતા જ દોડવાનું શરૂ કરે છે.ખેલાડીએ બે લાઇન વચ્ચે સતત દોડવાનું હોય છે. જ્યારે બીપનો અવાજ આવે ત્યારે તેણે પાછું વળવાનું હોય છે.દોડ દરમિયાન દર મિનિટે ગતિ વધતી જાય છે.જો ખેલાડી નક્કી કરેલી લાઇન સુધી નિશ્ચિત સમયમાં ન પહોંચે તો બે બીપનો અવાજ આવે છે અને તેણે વધુ ગતિથી દોડવું પડે છે.જો ખેલાડી બન્ને છેડા પર ગતિ ન મેળવી શકે તો ટેસ્ટ અટકાવી દેવામાં આવે છે.આ પુરી પ્રક્રિયા સોફ્ટવેર દ્વારા થાય છે અને ખેલાડીના પ્રદર્શન તેમાં મુદ્રિત થાય છે અને તેના આધારે સોફટવેર પરિણામ આપે છે,ખેલાડી પાસ છે કે,નાપાસ.

 
 

Read Also

 
Related News