India / Entertainment
સલમાન કયા ભાઇ પાસે જાય છે અને કઇ હીરોઇન સાથે જાય છે,બધો રિપોર્ટ છે મારી પાસે,હ્યુમન બિઇંગના નામે શું કરે છે મને ખબર છે,મેં તારો રિપોર્ટ કઢાવ્યો છેઃઝુબેરખાન
05:35 PM on 10th October, 2017

બિગ બોસ સિઝન 11માંથી બહાર નિકળી ગએલો ઝુબેરખાન હવે સલમાનખાન સામે મેદાનમાં આવ્યો છે.સલમાન વિશે તેને ઘણી ખબર હોવાનો દાવો તેણે કર્યો છે.દાઉદ ઇબ્રાહીમ સાથે તેના કોઇ સંબંધો હોવાનો પણ તેણે ઇનકાર કર્યો છે.

હિંદુસતાન ટાઇમ્સના એક અહેવાલમાં લખાયું છે કે,ઝુબેરે કહ્યું કે,''હવે તે આ શોમાં પાછો નહીં જાય.સલમાન સાથે બોલાચાલી થયા પછી તેણે આત્મહત્યા કરવાની કોશિશ કરી ત્યારે તેને શોમાં પરત આવવા કહેવામાં આવ્યું હતું.''તેણે કહ્યું કે,''તે તેના પરિવાર અને પત્ની તથા બાળકો માટે શોમાં ગયો હતો.હું ઇચ્છત તો બહુ બધું બોલી શકતો હતો અને હું બોલ્યો પણ ખરો પણ તે એડિટ કરી દેવામાં આવ્યું અને માત્ર ગાળા ગાળી જ બતાવવામાં આવી.''

તેણે કહ્યું કે,''બિગ બોસ માટે તેણે સાઇન કરેલા કોન્ટ્રાક્ટમાં તેને કશું ખરાબ લાગ્યું ન હતું.આ કોન્ટ્રાક્ટ બે વર્ષ માટે હતો.દર અઠવાડિયે મને 25000 રૂપિયા મળતા હતા.બે વર્ષ પછી મને દર મહિને 50000 રૂપિયા મળવાના હતા.મફતમાં મળતા પૈસા કોને ન ગમે.''

 

તેણે કહ્યું કે,દાઉદ સાથે તેના કોઇ પારિવારીક સંબંધો નથી.મેં ઇન્ડસ્ટ્રીમાં મારી મહેનતથી જગ્યા બનાવી છે.એક થિએટરમાં હું બાળ મજૂર હતો.પહલાજ નિહલાનીના નિશત થિએટરમાં હું આઇસ્ક્રીમ વેંચતો હતો.ડાયરેક્ટ બનવા મેં અનેક પ્રકારની વિચિત્ર નોકરી કરી છે.મારા પિતા સલમાનખાન નથી અને સલમાનખાન કોઇ ખુદા નથી કે મારા નસીબ લખશે.

ઉલ્લેખનિય છે કે,સલમાન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા ગએલા ઝુબેરખાને મીડિયા સાથે વાત કરતાં સલમાન વિશે કહ્યું હતું કે,''મને કશું પણ કહેનાર તું કોણ છે,તું શર્ટ ઉતારીને નાચે છે,તને કોઇએ કહ્યું છે આવું કરવા.તેં મારો રિપોર્ટ કઢાવ્યો છે ને હવે હું તારો રિપોર્ટ કઢાવીશ.હું છેક સુધી તારી બજાવતો રહીશ.કાર અકસ્માત પછી તેં તારી ઇમેજ બદલી,તને કહેવામાં આવ્યું કે,તું બહુ ખરાબ છોકરો બની ગયો છે. પછી તેં એક સારી છાપ ઉભી કરીબઇંગ હ્યુમનના નામે તું શું કરે છે તે બધું હું જાણું છું.તું ઇન્ડસ્ટ્રીમાં શું કરે છે,કયા ભાઇ પાસે જાય છે,કઇ હીરોઇન સાથે જાય છે બધો રિપોર્ટ મારી પાસે છે.''

 
 

Read Also

 
Related News