India / Entertainment
'ભાઇ' સલમાનખાનને જાહેરમાં પડકારી સમાચાર સનસની બની ગએલા ઝુબેરખાન બિગ બોસ શોમાં ફરી જવા તૈયાર પણ તેની શરતે,સલમાન માફી માગે !
11:53 AM on 12th October, 2017

કલર્સ ચેનલ પરના રિયાલિટી શો બિગ બોસ સિઝન 11માં આવી બહાર કરી દેવામાં આવેલા અને સલમાનખાન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી,સલમાનનો રિપોર્ટ તેની પાસે હોવાનું કહી પડકાર ફેંકનાર ઝુબેરખાને કહ્યું છે કે,બિગ બોસના શોમાં તે પાછો જવા તૈયાર છે પણ તેની શરતે.

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કોમને આપેલી મુલાકાતમાં ઝુબેરખાને કહ્યું કે,તે જેવો બિગ બોસ શોમાંથી બહાર આવ્યો કે તરત કલર્સ ચેનલે તેની સાથે વાત કરી અને શોમાં પરત ફરવા માટે કહ્યું. ઝુબેરખાને કહ્યું કે, કલ્રસની આ ઓફરના જવાબમાં મેં સ્પષ્ટ કહ્યું કે,એક શરત પર તે સોમાં પરત જવા તૈયાર છે અને શરત એ કે,સલમાનખાન તેની માફી માગે અને સ્વીકાર કરે કે,તેણે મારી સાથએ જે કર્યું તે ખોટું હતું.તેણે કહ્યું કે,તે જ્યારે લોનાવાલા પરત ગયો ત્યારે લોકોએ તેને કહ્યું કે,તે બહુ સરસ રમી રહ્યો હતો.પેનલનું પણ માનવું હતું કે,તે તે સારું કરી રહ્યો છે.જો મને દરેક તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હતો તો આટલા ઓછા મત કેમ મળ્યા ?

 

તેણે કહ્યું કે,તેના જીવનની જે વાસ્તવિક્તા હતી તે છુપાવવામાં આવી અને ટીઆરપી મેળવવા માટે તે બતાવવામાં આવ્યું જે તે નથી.દાખલા તરીકે તે પહેલાં ચરસનો વ્યસની હતો પણ તેણે તે આદત છોડી અને નવા માણસ તરીકેની તેની છાપ બનાવી.પણ બિગ બોસે મારા જીવનની આ હકારાત્મક બાજુ ન બતાવી.

બિગ બોસના નિર્માતા ઓ પર આરોપ કરતા તેણે કહ્યું કે,બિગ બોસના ઘરમાં લોકોને ત્રાસ આપવા અર્શીખાન કુરાનની આયાતોની મદદ લે છે.ધર્મનો ખોટી રીતે ઉપયોગ કરે છે પણ ચેનલ આ બધું એડિટ કરી દે છે.હું પૂછવા માગુ છું કે,સલમાન અર્શીખાન વિરૂદ્ધ કેમ કશું નથી બોલતો ?તેના ખોટા આચરણને છુપાવવામાં આવી રહ્યું છે ? તે ટીઆરપી અપાવે છે એટલે ?

રિયાલિટી શોમાં તેની ખોટી બાજુ બતાવવા બદલ તે હવે કલર્સ ચેનલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરશે.

 
 

Read Also

 
Related News