India / gujarath
સુરતમાં ઝડપાએલો આતંકી અગાઉ જે હોસ્પિટલમાં નોકરી કરતો તેનું ઉદ્ઘાટન મોદીએ કરેલું....અહમદ પટેલનો આક્ષેપ ઉત્તર
03:51 PM on 01st November, 2017

આજે જંબુસરમાં રાહુલ ગાંધીની સભા યોજવામાં આવી તેમાં અહમદ પટેલે વડાપ્રધાન મોદી પર પરોક્ષ આક્ષેપ કર્યો હતો.સુરતમાંથી પકડાએલા આતંકીના મામલે આ આક્ષેપ કરતાં અહમદ પટેલે વિજય રૂપાણીના આક્ષેપમો આક્ષેપથી ઉત્તર આપ્યો હતો.

 

ઉલ્લેખનિય છે કે,આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ સાથે સંબંધ ધરાવતા અને અમદાવાદ,બેંગાલુરુમાં હુમલાની યોજના બનાવી રહેલા બે આતંકી તાજેતરમાં સુરતમાં ઝડપાયા તેમાંનો એક કાસિમ ભરૂચની સરદાર પટેલ હોસ્પિટલમાં નોકરી કરતો હતો.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે,આ હોસ્પિટલના ટ્રસ્ટી કોંગ્રેસના નેતા અહમદ પટેલ છે.

 

વિજય રૂપાણીના આ આક્ષેપના જવાબમાં ત્યારે અહમદ પટેલે કહ્યું હતું કે,આ હોસ્પટલના ટ્રસ્ટી પદેથી તેમણે ચાર વર્ષે પહેલાં રાજીનામું આપી દીધેલું છે.લાગે છે કે,આ પછી કોંગ્રેસે રિસર્ચ ચાલું રાખ્યું અને કોઇ વિગત શોધી કાઢી.આજે જંબુસરમાં રાહુલ ગાંધીની સભા હતી તેમાં ઉપસ્થિત અહમદ પટેલે કહ્યું કે,જે આતંકીની નોકરી અંગે તેમના પર આક્ષેપ કરવામાં આવે છે તે આતંકી અગાઉ જે હોસ્પિટલમાં નોકરી કરતો હતો તેનું ઉદ્ઘાટન 2008ના મે મહિનામાં તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલું.અહમદ પટેલે કહ્યું કે,ભાજપ જ્યારે અસફળ રહે ત્યારે રાષ્ટ્રવાદની વાતો કરે છે.કોંગ્રેસે ભાજપ પાસેથી રાષ્ટ્રવાદ શીખવાની જરૂર નથી.

 
 

Read Also

 
Related News