India / gujarath
WOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!
12:38 PM on 16th November, 2017

દિલ્લી બનવાના માર્ગે છે અમદાવાદ.આમ પણ હમણા હમણાથી વડાપ્રધાન મોદી,તેમના મંત્રીઓ,રાહુલ ગાંધી જેવા રાષ્ટ્રીય નેતાઓ અમદાવાદમાં આવતા રહે છે તેથી આમ પણ અમદાવાદ દિલ્લી જ લાગે છે અને ચૂંટણી પ્રચારે આખા રાજ્યને પ્રદૂષિત કરી દીધું છે. પ્રદૂષણના સ્તરમાં અમદાવાદે ગાંડો વિકાસ કર્યો છે.અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેકસ મહત્તમ 403...નોંધાયો છે,WOW.પ્રદૂષણનું સ્તર ભયાનક બન્યું છે અને અમદાવાદ મહાપાલિકાએ લોકોને કહ્યું કે,ઘર બહાર ન નિકળવું અને અન્ય સૂચનાઓ આપી પણ પ્રદૂષણ ઘટાડવા તે શું કરશે તેની કોઇ વાત ન કરી.અમદાવાદને દિલ્લી બનતું રોકવા તાબડતોબ શું પગલાં લેવા તેની વાત અમદાવાદ મહાપાલિકા કરતી જ નથી.લોકોને ઘર બહાર ન નિકળવા કહેવું તે પ્રદૂષણ નાથવાનો ઉપાય તો નથી જ.લોકો ઘર બહાર ન નિકળે તો રોજીરોટી ક્યાંથી કમાશે ?

અમદાવાદ મહાપાલિકાએ  IIPH-G અને IITM સાથે મળી શહેરની હવાની ગુણવત્તા માપવાનો પ્રયોગ કર્યો અને ભરાઇ પડી કારણ કે,અમદાવાદની હવા તો એકદમ પ્રદૂષિત નિકળી.હવામાં પ્દૂષણનું સ્તર અત્યંત ઉંચુ નિકળતા અને દિલ્લીની પ્રદૂષિત હવાની લગોલગ અમદાવાદની હા પણ પ્રદૂષિત હોય મહાપાલિકાએ તરત સૂચનાઓ જાહેર કરી દીધી કે,બાલકો,વૃદ્ધો,બીમાર લોકો અને હ્ર્દયની સમસ્યા ધરાવતા લોકો પ્રદૂષિત વિસ્તારમાં ન જાય.ખુલ્લામાં કામ કરતા લોકો મોઢે ગરણું (માસ્ક) બાંધે.શહેરની 100 શાળામાં લાલ ધજા ફરકાવી બાલખોને પ્રદૂષણ અંગે જાણ કરાશે.

 

દિલ્લી અને અમદાવાદ પ્રદૂષિત હવા મામલે કેટલા સમાન છે તે જાણવા જેવું છે.ગઇકાલે દિલલીમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ 359 હતું તો અમદાવાદમાં 249.આજે દિલ્લીમાં પ્રદૂષણ 375 છે અને અમદાવાદમાં 311.અમદાવાદના ત્રણ વિસ્તાર સૌથછી વધુ પ્રદૂષિત છે.પીરાણામાં એર કવોલિટી ઇન્ડેકસ ગઇકાલે 403,આજે 396 છે.નવરંગપુરામાં ગઇકાલે 345 હતું અને આજે 355.રખઇયાલમાં ગઇકાલે 368 હતું અને આજે 359 છે.

પીરાણા વિસ્તાર તો ઘણા વર્ષોથી ભયંકર પ્રદૂષિત છે કારણ કે,આખા અમદાવાદ શહેરનો કચરો ત્યાં ઠાલવવામાં આવે છે અને તેને સળગાવવામાં આવે છે.રખિયાલ ઔદ્યોગિક વિસ્તાર છે.આ ઉપરાંત ત્યાં ભારે વાહનોની અવર જવર રહે છે.

અમદાવાદની હવા પણ ભયંકર રીતે પ્રદૂષિત થઇ ગઇ છે તે સત્ય સામે આવી ગયું છે.હમણાં સુધી લોકોને ખબર ન હતી હવે ખબર પડી છે.મહાપાલિકાએ લોકોને ઘર બહાર ન નિકળવા કે પ્રદૂષિત વિસ્તારમાં ન જવા સલાહ આપી સંતોષ માની લીધો છે.જે લોકો આ વિસ્તારોમાં જ રહે છે.જે લોકો આ વિસ્તારમાં નોકરી-ધંધા કરે છે તેનું શું ? લોકો ઘર વેચી નાખે લોકો નોકરી - ધંધા છોડી દે ?

 

શહેરના સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર પીરાણા કે જે ગેસ ચેમ્બર છે તેની હવા પુરા શહેરમાં ફેલાય છે.તો પીરાણામાં પ્રદૂષણની માત્રા નિયંત્રિત કરવા,શહેરને પ્રદૂષણ મુક્ત કરવા પોતે શું પગલાં ભરશે તે અંગે મહાપાલિકા મૌન છે.મેટ્રો ટ્રેન માટે એક ઝાટકે હજારો વૃક્ષો કાપી નાખ્યા તેનું પણ પરિણામ હોય શકે હવામાં ફેલાએલું ભયાનક ઝેર.

 
 

Read Also

 
Related News