India / gujarath
ન અમિત શાહ,ન અહમદ પટેલ...ચાણક્ય તો શક્તિસિંહ ગોહિલ જ....વિજય ઝૂંટવી લાવ્યા...! બાકી અહમદ પટેલ તો હારેલા જ હતા ને...? ધાર્યું ધણીનું (મોદી-શાહ નહીં) જ થાય...આને કહેવાય કહાનીમાં ટ્વિસ્ટ...આને કહેવાય સૌ સોનારકી,એક લોહારકી...દળી દળીને ઢાંકણીમાં... કાબે અર્જુન લૂંટયો...!
12:08 PM on 09th August, 2017

રાજ્યસભામાં ગુજરાતની ત્રણ બેઠકની ચૂંટણી ઇતિહાસ  બની  ગઇ છે...! કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલની જીત કોંગ્રેસની રણનીતિ કે,સત્યમેવ જયતેના ધોરણની જીત નથી,ટેકનિકલ જીત છે અને આ જીતના ઘડવૈયા શક્તિસિંહ ગોહિલ છે.રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલના મત રદ્દ ન થયા હોત તો અહમદ પટેલ જીતેલા ક્યાં હતા ? આ વિજય એક અકસ્માત છે,કોંગ્રેસ કે અહમદ પટેલની પોતાની અંગત ઉપલબ્ધિ નથી.

બીજીબાજુ અમિત શાહ છે...મોદી અને અમિત શાહની ચાણક્ય નીતિ ઉંધે માથે પછડાય છે.કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની-ફોડવાની નીતિ તો સફળ રહી પણ શક્તિસિંહનો એક વિરોધ કોંગ્રેસનો વિજય બની જશે તેની કલ્પના અમિત શાહને સપનામાં પણ ન હોય તે સમજી શકાય તેવી વાત છે.હા,હવે પછી અમિત શાહ આ બાબતનું પણ ધ્યાન રાખશે તે નક્કી.

 

 

અહમદ પટેલની આ જીત 2019ની લોકસભા ચૂંટણીને પ્રભાવિત નહીં કરે કારણ કે,આ જીત સાચ્ચી જીત નથી પણ ટેકનિકલ જીત છે. અને ભાજપ ચોક્કસપણે સુપ્રીમ કોર્ટમાં જશે અને ન્યાયની માગણી કરશે.ચૂંટણીપંચનો નિર્ણય કોંગ્રેસ ઇચ્છતી હતી તેવો આવ્યો તો સુપ્રીમનો નિર્ણય ભાજપ ઇચ્છે તેવો કેમ ન આવી શકે...વિચારો...!

ગઇકાલે મધરાતે અહમદ પટેલને જીત મળી...મધરાતે મળેલી આ જીત આગામી મહિનાઓમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને વિજય અપાવશે જ તેવા ભ્રમમાં સોનિયા,રાહુલ,અહમદ પટેલ,અશોક ગહેલોત,ભરતસિંહ સોલંકીએ જરા પણ રહેવું ન જોઇએ.આ જીત ટેકનિકલ જીત છે.જો રાઘવજી અને ભોળાભાઇએ ભૂલ ન કરી હોત તો અહમદ પટેલ વિજેતા બન્યા હોત તે સવાલ સોનિયા,રાહુલ,અહમદ પટેલ,અશોક ગહેલોત,ભરતસિંહ સોલંકીએ પોતાને પૂછી લેવો જોઇએ.

ગઇકાલે સમગ્ર દિવસ દરમિયાન જે કંઇ બન્યુ અને મોડી રાતે જે પરિણામ આવ્યું તેના કારણે મોદી અને અમિત શાહ ચોક્કસપણે રાતે ઉંઘ્યા નહીં હોય...આ બન્ને નેતાના સ્વભાવમાં જ નથી આ વાત...કે કોઇ તેની ચાલને,રણનીતિને,ઇરાદા,ઉદ્દેશ્યને લાત મારી નિષ્ફળ બનાવે.

 

 

રાજયસભામાં અમિત શાહ અને મોદી જ્યારે પણ અહમદ પટેલને જોશે ત્યારે તેમને આજનું પરિણામ કટાર બની ખૂંચશે.અહમદ પટેલની જીત મોદી અને અમિત શાહ જરાપણ સહન નહીં કરે...બદલો લેશે અને અનિવાર્યપણે બદલો લેશે. 

રાજ્યસભા ચૂંટણીના ચાણક્ય ન તો અમિતશાહ સાબિત થયા કે ન તો અહમદ પટેલ...ચાણક્ય સાબિત થયા શક્તિસિંહ ગોહિલ ! માની લો કે,ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસે જીતી લીધી અને સત્તા મળી તો મુખ્યમંત્રી શક્તિસિંહ ગોહિલ હશે...લખી રાખો...!


 
 

Read Also

 
Related News