India / sports
અક્ષય કુમારે આપ્યો સરસ વિચાર...ટેનિસની રમતની જેમ ક્રિકેટમાં પણ મિક્સ્ડ ડબલ ટીમ કેમ નહીં ?
05:44 PM on 26th July, 2017

હિંદી ફિલ્મોનો અભિનેતા અક્ષય કુમાર વિચારે છે...અને કંઇક નવું વિચારે છે અને દેશના ભલા માટે વિચારે છે.શહીદ સૈનિકોના પરિવારોને આર્થિક મદદ માટે એક નવો વિચાર રજૂ કર્યા પછી હવે અક્ષયે ક્રિકેટમાં નવતર પ્રયોગનો વિચાર આપ્યો છે.

ઉલ્લેખનિય છે કે,તાજેતરમાં ઇંગ્લેન્ડમાં રમાએલી ક્રિકેટ વિશ્વ કપ સ્પર્ધાની ફાઇનલમાં બારતની મહિલા ક્રિકેટ ટીમ વિશ્વકપ તો ન જીતી શકી પણ દેશના લોકોએ ટીમને પ્રોત્સાહિત પણ કરી અને હારી હોવા છતાં ટીમનું સ્વાગત વિજયી ટીમની જેમ કર્યું.ઇંગ્લેન્ડમાં ફાઇનલ મેચ રમાય ત્યારે અક્ષય કુમાર પણ સ્ટેડિયમમાં હાજર હતો.મહિલા ટીમ અને અક્ષય બન્ને ભારત પરત આવી ગયા છે ત્યારે અક્ષય કુમારે એક નવો વિચાર રજૂ કર્યો છે.તેણે કહ્યું છે કે,જેમ ટેનિસમાં પુરૂષ અને મહિલા એક ટીમ બનાવી સાથે મેચ રમે છે તેવું ક્રિકેટમાં પણ કેમ ન કરી શકાય....? પુરૂષ ક્રિકેટર અને મહિલા ક્રિકેટરની મિશ્રિત ટીમ (મિક્સ્ડ ડબલ)બનાવીને મેચ કેમ ન રમાડી શકાય  ? આ ટીમમાં 6 પુરૂષ ક્રિકેટર અને 6 મહિલા ક્રિકેટર હશે.જો આવું બને તો તે સૌથી વધુ ભ્વય ટીમ હશે.અક્ષયે કહ્યું કે,તે ફોન પર વિમ્બલ્ડન મેચ જોઇ રહ્યો હતો ત્યારે તેના મનમાં આ વિચાર આવ્યો હતો.

 

 

અક્ષય કુમાર વિચારે છે તેવું બીસીસીઆઇ કદાચ હમણાં ન કરે પણ આઇપીએલ કરી શકે અથવા તો આઇપીએલ જેવી જ કોઇ નવી મિક્સ ડબલ લીગ ટુર્નામેન્ટ શરૂ કરી આવો પ્રયાસ કરી શકાય.જો આ વિચાર સફળ બને તો પછી બીસીસીઆઇએ પણ આવું કરવું જ પડે.આવું બને તો મહિલા ક્રિકેટર્સને મોટો ફાયદો નાણાની બાબતમાં થાય.

પણ પુરૂષ પ્રધાન બોલીવુડની જેમ પુરૂષ પ્રધાન ક્રિકેટમાં પણ આવું બનવું શક્ય નથી લાગતું.અક્ષયે પોતે ખાનગી લીગ બનાવી આવા મિક્સ્ડ ડબલ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવી જોઇએ.સ્પોન્સર મળી જવાની 100 ટકા શકયતા છે.

 
 

Read Also

 
Related News