India / gujarath
રાજ્યસભા ચૂંટણીઃઅમિત શાહ,સ્મૃતિ ઇરાની, બળવંતસિંહ રાજપૂત કાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે
06:21 PM on 27th July, 2017

ભાજપના અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે.તેઓ રાજ્યસભાની સદસ્યતાની ચૂંટણી લડવાના છે.આવતીકાલે બપોરે 12-29 મિનિટે વિજય મુહૂર્તમાં અમિત શાહ,સ્મૃતિ ઇરાની અને હાલમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર બળવંતસિંહ રાજપૂત ઉમેદવારી પત્ર દાખલ કરશે.ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાંથી રાજ્યસભાની ત્રણ બેઠક આગામી મહિને ખાલી થઇ રહી છે.ખાલી થનારી આ ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાશે.

આ ચૂંટણી માટે કોંગ્રેસના નેતા અહમદ પટેલે  ઉમેદવારી પત્ર ભર્યું છે.કોંગ્રેસ છોડી ગએલા શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે,તેઓ અહમદ પટેલને મત આપશે.ભાજપ તરફથી અમિત શાહ,સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાના છે.

 

 

અહમદ પટેલે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું.તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી,ગુજરાત પ્રભારી અશોક ગહેલોત,એનસીપીના પ્રમુખ જયંત પટેલ,જનતા દળ (યુ)ના અધ્યક્ષ છોટુભાઇ વસાવા તથા ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા મોહનસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે,ઉમેદવારી પત્ર ભરવા જતાં પહેલા અહમદ પટેલ શંકરસિંહ વાઘેલાને તેમના ઘરે જઇને મળ્યા હતા.શંરકસિંહ વાઘેલાએ કહ્યું હતું કે,તેઓ અહમદ પટેલને મત આપશે.રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરેલું તેવું રાજ્યસભાની ચૂંટણીમાં નહીં બને તેવું અહમદ પટેલે કહ્યું હતું.તેમણે કહ્યું કે,રાજ્યસભાની ચૂંટણીમાં ગુપ્ત મતદાન હતું.તેમણે કહ્યું કે,કોંગ્રેસ કારોબારી બેઠકમાં 51 ઘારસાભ્યો હાજર હતા.અમુક ધારાસભ્ય વરસાદને કારણે આવી શક્યા ન હતા.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News