India / gujarath
ભ્રષ્ટાચારનું કેન્સર અને બેજવાદારીની ટીબીથી અલમસ્ત સરકારી તંત્ર સ્વાઇન ફલૂ રોકી શકે તે વાતમાં દમ નથી...જોવું હોય તો જાવ અંબાજી મંદિરે...!
01:33 PM on 01st September, 2017

પુરા ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ સપાટો બોલાવ્યો છે અને રોજ એક-બે માણસના મોત થાય છે અને રાજ્ય સરકાર દેશી ઓસડિયા અને મીઠાના કોગળાના ફીંફા ખાંડે છે.સ્વાઇન ફ્લૂને કેમ રોકવો તેની સરકારને કોઇ ગતાગમ જ નથી.લોકોને મૂર્ખ બનાવવા અને પોતે પુરા પ્રયાસો કરે છે તે સાબિત કરવા નવા નવા તૂત લોકોને શીખવાડે છે.દેશી ઓસડિયાના ઉકાળા, ઘરમાં કપૂર બાળવું,મીઠાના કોગળા કરવા વિગેરે વિગેરે...સ્વાઇન ફ્લૂને રોકવા સરકાર જરા પણ ગંભીર નથી તે વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ તીર્થધામ અંબાજીમાં સરકારી તંત્ર પુરું પાડી રહ્યું છે.

 

તીર્થધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં મહાલવા અને માતાજીના દર્શન કરવા દેશ અને દુનિયામાંથી લાખો લોકો અંબાજી પહોંચ્યા છે અને પહોંચી રહ્યા છે.જ્યાં લાખઓ લોકો ભેગા થાય ત્યાં સ્વાઇન ફ્લૂ કે અન્ય બીમારીનો ચેપ ફેલાવાની બહુ મોટી આશંકા હોય છે.અંબાજીના મેળામાં કોઇ બીમાર વ્યક્તિ આવે તો તેની ઓળખ કરવા 8 સ્થળોએ બીમાર વ્યક્તિની તપાસના કેન્દ્ર છે.લોકોને હાથ ધોવા,મીઠાના કોગળા કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.મંદિરના વિલ્તારમાં ગૂગળનો ધૂપ કરવામાં આવી રહ્યો છે.

મંદિરમાં દર્શન કરવા જતાં લોકોની તપાસ કરવા માટે મંદિરના પ્રવેશદ્વારે જે તપાસ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે તેમાં ફરજ બજાવતા સરકારી બાબુઓની જવાબદારી છે લોકોને સ્વાઇન ફ્લૂ વિશે સચેત અને જાગૃત કરવા પણ ફરજ પરના આ સરકારી કર્મચારીઓ તેમની આદત મુજબ અહીં પણ આરામ કરતા જોવા મળે છે....કામ નહીં...!

 

 

સ્વાઇન ફલૂને રોકવાની અને પગલાં લીધાની મોટી મોટી જાહેરાત કરતી સરકારે અંબાજીમાં સ્વાઇન ફલૂને રોકવા શું ઉકાળ્યુ તે પણ સરકારના પોતાના જ આંકડા અને માહિતી કહે છે.અંબાજીમાં પહેલા દિવસે 1 લાખ,89 હજાર,780 લોકો આવ્યા અને સરકારના તપાસ કેન્દ્રોએ ચાર હજાર આઠસો દસ લોકોને આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કર્યું. એટલે હિસાબ તમે લગાવો કે,કુલ જેટલા લોકો અંબાજીના દર્શને આવ્યા તેના કેટલા ટકા લોકોને સરકારે સહાય કરી કે જાગૃત કર્યા કે ઉકાળા પીવડાવ્યા ? 

ભ્રષ્ટાચારીઓને ન રોકી શકતી અને રોકવાની ઇચ્છા શક્તિ પણ ન ધરાવતી સરકાર સ્વાઇન ફલૂને રોકે તો શું કામ ? લેવાનું શું ? 


 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News