India / Entertainment
અમિષા પટેલ વિલનનાં રોલમાં જોવા મળશે
02:05 AM on 24th April, 2013

મુંબઈ- પોતાની અદાથી લાખો દર્શકોનાં દિલ જીતી ચુકેલી અમિષા પટેલ સુસી ગણેશનની પહેલી હિન્દી થ્રિલર ફિલ્મ ‘શૉર્ટકટ રોમિયો’માં વિલનનાં રોલમાં જોવા મળશે. ‘શૉર્ટકટ રોમિયો’ સુસી ગણેશનની સુપરહિટ તમિળ ફિલ્મ ‘થિરુટ્ટુ પાયલે’ની હિન્દી રિમેક છે.

 

ફિલ્મ ‘શૉર્ટકટ રોમિયો’માં અમિષા મુંબઈની એક ધનવાન યુવકની પત્ની બની છે. ફિલ્મમાં અમિષાનો એક ટપોરીની સાથે એકસ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યો છે. ટપોરીનું પાત્ર ભજવનારા નીલ નિતિન મુકેશ છે જે અમિષા સાથેનાં સંબંધોને કેમેરામાં કેદ કરીને અમિષા પાસેથી પૈસા ઉઘરાવવાનાં પ્રયત્નો કરે છે. નીલથી છૂટકારો મેળવવા માટે અમિષા ખતરનાક ચાલ રમે છે.‘શૉર્ટકટ રોમિયો’ ૨૧ જૂને રિલિઝ થશે. લાંબા સમય બાદ અમિષા કોઈ મજબૂત પાત્ર ભજવવા જઈ રહી છે. તેવામાં આ ફિલ્મને લઈને અમિષા ખુબ જ આશા રાખી રહી છે.

 

 
 

Read Also

 
Related News