India / gujarath
જો અહમદ પટેલ હારશે તો તે ગુજરાત કોંગ્રેસમાં પ્રલય હશે અને જો બળવંતસિંહ હારે તો તે મોદી અને શાહનો મહાન,મહા ભયંકર,કારમો,નાલેશીભર્યો પરાજય હશે...!
05:50 PM on 07th August, 2017

રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે.કોંગ્રેસ અને ભાજપ બન્ને ચૂંટણી જીતવા ઇચ્છે છે તે વાત મહત્વની નથી.વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અહમદ પટેલને રાજ્યસભામાં જોવા ઇચ્છતા નથી તે વાત મહત્વની છે.બીજીબાજુ કોંગ્રેસ અહમદ પટેલને જીતાડવા મરણિયા પ્રયાસ કરી રહી છે.બેંગાલુરુના રિસોર્ટ પછી હવે આણંદના રિસોર્ટમાં ધારાસભ્યોને સાચવી રાખ્યા છે.

આવતીકાલે મતદાન પતે અને પરિણામ આવે અને તેમાં જો અહમદ પટેલ હારે તો મોદી અને શાહ માટે તો તેમની રાજકીય કૂનેહ,કૂટનીતિ.ચાણક્ય નીતિ અને કોંગ્રેસ કહે છે તે તોડફોડ કે ખરીદ-વેચાણ નીતિ..જે કંઇ હોય તે સફળ થયાનું મહાપર્વ હશે.

જો અહમદ પટેલ હારે તો કોંગ્રેસનું નાક મૂળમાંથી એટલે કપાશે કે,ધારાસભ્યો તેમની કસ્ટડીમાં હોવા છતાં ભાજપ સફળ થઇ ગયું,મતલબ કે,કોંગ્રેસના નેતાઓ જેમના પર વિશ્વાસ હોવાનો દાવો કરતા હતા તે વિશ્વાસુ ન હતા. અથવા તો કોંગ્રેસના નેતાઓના નાક નીચે જ અમિત શાહ ખેલ પાડી ગયા તે બાબત કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓની બધા પ્રકારની અણઆવડત,અક્ષમતા,ખોટા આત્મવિશ્વાસ અથવા અહંકારનો ભાંડો ફોડી નાખશે અને ગુજરાતમાં ભવિષ્યના દૂર દૂરના વર્ષોમાં પણ કોંગ્રેસ સત્તા મેળવવાને લાયક નહીં રહે.

 

પણ...જો ભાજપના ઉમેદવાર...કોંગ્રેસમાંથી જ તાજા તાજા આવેલા બળવંતસિંહ હારી જાય તો ?  તો...કોંગ્રેસ કરતાં પણ મહાન પરાજય હશે ભાજપના ચાણક્ય અમિત શાહનો...! અહમદ પટેલને હરાવી સોનિયા અને રાહુલનો તેજોવધ કરવા ઉત્સુક મોદી અને શાહની 2014 પછીનો આ મહાન પરાજય હશે અને બન્નેનો તેજોવધ પણ હશે...જો બળવંતસિંહ હારે તો ભાજપમાં તો સન્નાટો હશે જ પણ મોદી અને અમિત શાહના મૌનમાં કાન ફાડી નાંખે તેવો ચિત્કાર હશે...!

આજકી રાત હોના હૈ ક્યા...પાના હૈ ક્યા...જોતા રહો...આવતીકાલ મંગળવારની સાંજની રાહ......!

 
 

Read Also

 
Related News