India / gujarath
ટેસ્ટ ઓફ ઇન્ડિયાને ભારતભરમાં પહોંચાડવાનો અટરલી બટરલી આનંદઃ 'અમૂલ'ની મિલ્ક ટ્રેન ગુજરાતથી દિલ્લી જવા રવાના,થેંકસ ટુ રેલવે મિનિસ્ટરપીયૂષ ગોએલ
07:52 PM on 11th November, 2017

170 લાખ ટન અમૂલ બટર ભરેલી અમૂલ ડેરીની રેફ્રિજરેટર ટ્રેન પાનલપુરથી દિલ્લી જવા આજે રવાના થઇ.આ ટ્રેન આજે રવાના થઇ તેની પાછળ રેલવે મંત્રી અને રેલવે તથા અમૂલ ડેરીની ટ્વિટર ડીલની રસપૂર્ણ ઘટના છે.

બન્યું એવું કે,લગભગ એક મહિના પહેલાં અમૂલ ડેરીએ રેલવેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવમાં અમૂલ ડેરીએ લખ્યું કે,ભારતભરમાં અમૂલ બટરનો પુરવઠો પુરો પાડવા અમૂલ રેફ્રિજરેટર પ્રાસલ વાનનો ઉપયોગ કરવા ઇચ્છે છે,સલાહ આપો.

 

 

અમૂલના આ પ્રસ્તાવનો રેલવેએ બહુ રસપ્રદ અને અમૂલની ભાષામાં જ જવાબ આપતા લખ્યું કે,ટેસ્ટ ઓફ ઇન્ડિયાને દરેક ભારતીય સુધી પહોંચાડવામાં ભારતીય રેલવેને અટરલી બટરલી આનંદ આવશે.ઉલ્લેખનિય છે કે,અમૂલની ટેગ લાઇન છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા અને અમૂલ બટરની ઓળખ છે અટરલી બટરલી.

રેલવેના આવા આનંદિત પ્રતિભાવ અને ત્વરીત કાર્યવાહીના પગલે અમૂલે આજે પાલનપુરથી 170 લાખ ટન બટર ભરેલી રેફ્રિજરેશન ટ્રેન દિલ્લી રવાના કરી હતી. ત્વરીત કાર્યવાહી કરવા માટે અમૂલ ડેરીએ રેલમંત્રી પીયૂષ ગોએલને ધન્યવાદ આપ્યા છે.

 
 

Read Also

 
Related News