India / Politics
CBIના વિશેષ નિદેશક પદે રાકેશ અસ્થાના યથાવત્ રહેશે,સુપ્રીમ કોર્ટનો ચુકાદો
03:30 PM on 28th November, 2017

ગુજરાત કેડરના IPS  અધિકારી રાકેશ અસ્થાના CBIના વિશેષ નિદેશક પદે રાકેશ અસ્થાના યથાવત્ રહેશે.અસ્થાનાની આ નિમણૂંકને પડકારતી અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

ઉલ્લેખનિય છે કે,બિહારના ઘાસચારા કૌભાંડની તપાસ કરી લાલુપ્રસાદ યાદવને જેલના સળિયા બતાવવામાં રાકેશ અસ્થાનાનો મહત્વનો ફાળો હતો.તેમણે ગુજરાતમાં પણ લાંબો સમય સેવાઓ આપી છે.કેન્દ્રમાં મોદી સરકાર બન્યા પછી અસ્થાનાને CBIના વિશેષ નિદેશક બનાવાયા તેના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

 

 

કોમન કોઝ નામની સ્વૈચ્છિક સંસ્થાએ કરેલી અરજીમાં કહ્યું હતું કે,અસ્થાનાની નિયુક્તિ ગેરકાયદે અને નિયમો વિરૂદ્ધ છે.તેથી સરકારાન આ નિર્ણયને રદ્દ કરવામાં આવે.આવકવેરા વિભાગને મળેલી એક ડાયરીમાં તેમના વિરૂદ્ધ આરોપ હતા અને CBIએ સિલેક્શન સમિતિ સમક્ષ આ નિયુક્તિનો વિરોધ પણ કરેલો.

ઉલ્લેખનિય છે કે,અસ્થાના અગાઉ CBIમાં વધારાના નિદેશક પદ પર હતા ત્યારે તેમના કાર્યક્ષેત્રમાં 11 ઝોન આવતા હતા.અગસ્તાવેસ્ટલેન્ડ,કિંગફીશર,મોઇન કુરેશી અને હસનઅલીના હાઇપ્રોફાઇલ કૌભાંડની તેઓ તપાસ કરતા હતા.

કોમન કોઝની અરજીના જવાબમાં સરકારે કહ્યું હતું કે,અસ્થાનાની નિમણૂંક નિયમો મુજબ કરવામાં આવી છે અને CBI નિદેશકે પણ આ નિમણૂંકનો વિરોધ નથી કર્યો.

 
 

Read Also

 
Related News