World / Politics
પૈ ફાતિહા કોઇ આએ ક્યું,કોઇ ચાર ફુલ ચઢાએ ક્યું...? શાયર અને દિલ્લીના અંતિમ બાદશાહ બહાદુરશાહ ઝફરની કબ્ર પર વડાપ્રધાન મોદીએ ફુલ ચઢાવ્યા,ઇત્ર છાંટ્યું...! કિતના હૈ બદનસીબ ઝફર દફન કે લિએ,દો ગજ જમીન ભી ન મિલી કૂ-એ-યારમેં
12:35 PM on 07th September, 2017

 

 

 

 

લગતા નહીં જી મેરા ઉજડે દયારમેં,

કિસ કી બની હૈ આલમ-એ-નાપાયદારમેં .

 

બુલબુલ કો બાંગબાં સે ન સૈંયાદસે ગિલા,

કિસ્મત મેં કૈદ લિખી ફસલ-એ-બહારમેં.

 

ઉમ્ર-એ-દરાજ માંગ કે લાએ થે ચાર દિન,

દો આરઝૂ મેં કટ ગએ,દો ઇન્તઝારમેં

 

કિતના હૈ બદનસીબ ઝફર દફન કે લિએ,

દો ગજ જમીન ભી ન મિલી કૂ-એ-યારમેં.

 

 

 

દિલ્લીના છેલ્લા મુગલ બાદશાહ બાહાદુરશાહ ઝફરને મોટા ભાગના લોકો તેમની ગઝલ ન કિસી કી આંખકા નબર હું,ન કિસીકે દિલકે કરાર હું...થી જ ઓળખે છે પણ હવે વિગતો બહાર આવી છે કે,આ ગઝલ તેમની ન હતી.પ્રસિદ્ધ ગીતકાર અવને શાયક જાવેદ અખ્તરે પણ કહ્યું હતું કે,આ ગઝલ બહાદુરશાહ ઝફરે લખી હોવાનું માનવામાં આવે છે પણ તે સત્ય નથી....ખૈર...

આનંદ એ વાતનો છે કે,છેલ્લા મુગલ બાદશાહ અને અત્યંત ઉચ્ચ કોટિના શાયર બહાદુરશાહ ઝફરની કબર રંગૂનમાં (મ્યાંમાર)માં છે.હાલ મ્યાંમારની મુલાકાતે ગએલા વડાપ્રધાન મોદીએ તેમની મ્યાંમાર યાત્રાના અંતિમ દિવસે બહાદુરશાહ ઝફરની કબરની મુલાકાત લીધી અને કબર પર ફુલ ચઢાવ્યા અને અત્તર પણ છાંટ્યું.

ઉલ્લેખનિય છે કે,ન કિસી કી આંખ કા નૂર હું...ગઝલમાં શાયર પુછે છે કે,મારી કબર પર આવીને કોઇ ચાર ફુલ પણ કોણ ચઢાવે....પૈ ફાતિહા કોઇ આએ ક્યું...કોઇ ચાર ફુલ ચઢાએ ક્યું...?

 

જો આ ગઝલ બહાદુરશાહ ઝફરની જ હોત અને તેમણે જ આ વાત લખી હોત તો આજે તેમની આ ફરિયાદ દૂર તઇ ગઇ હોત....કારણ કે,એક સમયે દિલ્લીના તખ્ત પર બિરાજતા બાદશાહને, દિલ્લીના વર્તમાન શાસક વડાપ્રધાને ફુલ અર્પણ કર્યા હતા.

બહાદુરશાહ ઝફર દિલ્લીના અંતિમ બાદશાહ હતા.તેઓ 1837માં બાદશાહ બન્યા હતા.1857માં અંગ્રેજો વિરૂદ્ધ આઝાદીની જે પ્રથમ લડાઇ ભારતીયોએ કરી તેનું નેતૃત્વ તેમણે કર્યું હતું. અંગ્રેજોએ તેમને કેદ કરી રંગુનની જેલમાં મોકલી આપ્યા હતા જ્યાં 7 નવેમ્બર,1862માં તેમનું નિધન થયું હતું.રંગુનના શ્વેડાગોન પેગોડા નજીક તેમની કબર છે.

અંગ્રેજોએ બહાદુરશાહના દીકરાઓ અને પૌત્રોને પણ કેદ કર્યા હતા.જેલમાં બહાદુરશાહ ઝફરે ભોજન માગ્યું તો તેમના દીકરાઓના કાપેલા માથા થાળીમાં મૂકી અંગ્રેજોએ આપ્યા તો તેમણે કહ્યું કે,હિન્દુસ્તાનના દીકરા દેશ માટે માથા આપી પોતાના પિતા પાસે આ રીતે જ આવે છે.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News