India / gujarath
બનાસકાંઠામાં હવે ફળી રહેલું પૂર...! પૂરના પાણી જમીનમાં ઉતર્યા...તળ એટલા ઉંચા આવ્યા કે,200 ફુટના કુવા અને 400 ફુટના બૉરવેલ છલકાયા...!
11:55 AM on 22nd August, 2017

અતિભારે વરસાદના કારણે આવેલા પૂરે ગત મહિને બનાસકાંઠા જિલ્લાને બરબાદ કરી દીધાનું લાગતું હતું.થોડા માણસો,અનેક પશુઓના મોત થયા,ઘર તૂટ્યા,ખેતરો ધોવાયા...બનાસકાંઠામાં લીલો દુષ્કાળ પડ્યો.બનાસકાંઠાના લોકોએ ગત મહિને ઘણું સહન કર્યું...પણ આ તો કુદરત છે...એક હાથે લે તો બીજા હાથે આપે પણ ખરી જ.પૂરના પાણીએ બનાસકંઠાની તસુએ તસુ જમીન ડૂબાડી દીધી હતી.

 

આખા જિલ્લાની જમીન જળબંબોળ હતી...આ બધું પાણી ધીરે ધીરે જમીનમાં ગળતું ગયું...ઉતરતું ગયું અને કાલી થઇ ગએલા તળને પાણી પાણી કરી દીધા...બનાસકાંઠા જિલ્લાની જમીન નીચે પૂર આવ્યા અને તળ એટલા સજીવન થયા કે,કુવા અને બૉરવેલમાંથી ધૂબાકાભેર પાણી છલકાય રહ્યા છે...!

 

બનાસકાંઠા પાણીનો કાયમી અછત ધરાવતો જિલ્લો છે.ગત મહિને આવેલા પૂરે જિલ્લાના દાંતીવાડા,ધાનેરા અને પાંથાવાડા પંથકમાં ખેતરોના કુવા અને બૉરવેલમાંથી દોધની જેમ પાણી છલકાય રહ્યા છે.ખુશીના વાત તો એ છે કે,200 ફુટ ઉંડા કુવા અને 400 ફુટ ઉંડા બૉરવેલમાંથી મોટરતી પણ માંડ માંડ પાણી મળતું હતું તે કુવા અને બોરવેલમાંથી ધોધની જેમ પાણીના ફુવારા ઉડી રહ્યા છે અને ખેતરોમાં વહી રહ્યા છે.

 

પૂરના પાણી જમીનમાં ઉતરતા આખા જિલ્લાની જમીનના તળ ઉપર આવ્યા હશે અને નાના-મોટા ડેમ,જળાશયો,નદીઓમાં પણ પાણીના સ્તરમાં સુધારો થયો હશે તેવું માનવામાં આવી રહ્યું છે.હમણાં તો બનાસકાંઠાની જમીનના તળમાં પાણી સેલારા મારી રહ્યા છે અને કુવા તથા બૉરવેલ છલકાય રહ્યા છે...!

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News