India / gujarath
ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા ભરતસિંહ અને મોઢવાડિયાને રાહુલનો આદેશ
03:35 PM on 22nd July, 2017

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને રામ રામ કરી,હાઇકમાન્ડને બરાબરના તકલીફમાં મૂકી દીધા છે.શંકરસિંહ ઇફેક્ટને ટાળવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી.ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા  રાહુલે આદેશ આપ્યો હોવાનું ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું.

ઉલ્લેખનિય છે કે,ચાર મહિના પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.ગુજરાતમાં જીતવાનું તો શક્ય નથી તે સમજતા કોંગ્રેસ હાઇકમાંડને આશંકા છે કે,ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એવા હાલ ન થાય કે,શરમાવું પડે.આવી ગરીબ સ્થિતિમાં શંકરસિંહનું કોંગ્રેસમાંથી નિકળી જવું ગરીબીમેં આટા ગીલા કે પડતા પર પાટુ જેવું છે.કોંગ્રેસના અમુક વર્તમાન ધારાસભ્યો શંકરસિંહ સાથે છે.હવે કરવું શું તે ચિંતા હાઇકમાંડને છે.

 

 

ગુજરાતમાં શું કરવું તે વિશે વિચાર કરવા રાહુલ ગાંધીએ આજે ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરી.આ બેઠકમાં ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ,ઓબીસી મુદ્દો,શંકરસિંહનું રાજીનામું અને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ક્રોસ મતદાન વિશે ચર્ચા કરવામાં આવી.

રાહુલ સાથેની બેઠક પછી ભરતસિંહ સોલંકીએ કહ્યું કે,ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભવ્ય વિજય અને  બે તૃતિયાંશ બહુમતી મળશે.તેમણે કહ્યું કે,રાષ્ટ્રપતિની ચૂંટણી અને રાજ્સભા સદસ્યની ચૂંટણી જુદી બાબતો છે.રાજ્યસભા સદસ્યની ચૂંટણીમાં વ્હિપ આપવામાં આવે છે.જો કોઇ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરે તો 6 વર્ષ માટે તેને તકલીફ થઇ શકે.

તેમણે કહ્યું કે,શંકરસિંહનું કોંગ્રેસ છોડી જવું તે ભાજપ અને અમિત શાહનું ષડયંત્ર હતું કોંગ્રેસમાં તોડફોડ કરવાનું તે નિષ્ફળ રહ્યું છે.કોંગ્રેસ મજબૂત પક્ષ છે,કોંગ્રેસ મજબૂતીથી ઉપર આવી રહી છે.મજબૂતીથી ચૂંટણી લડશું અને બહુમતી મેળવીને જ રહીશું.ચૂંટણીમાં જીતવા અને લોકોની સેવા કરવા રાહુલે આદેશ આપ્યો હોવાનું ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું.

ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે,છેલ્લા 20 વર્ષથી ભાજપ ગુજરાતમાં શાસનમાં છે પણ મોદી મુખ્યમંત્રી હતા તે સમયથી ભાજપની બેઠકો ઘટી રહી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો સફાયો થઇ ગયો છે.

મોઢવાડિયાએ કહ્યું કે,શંકરસિંહે પુરું જીવન ભાજપમાં વિતાવ્યું પણ ભાજપ પાસે સત્તા આવી ત્યારે તેમનું અપમાન કરી,ચરિત્ર હનન કરી પક્ષમાંથી કાઢી મૂકાયા.વાઘેલા કોંગ્રેસમાં આવ્યા તો જેટલા પણ ઉચ્ચપદ છે તે તેમને આપવામાં આવ્યા.કોંગ્રેસ છોડીને વાઘેલાનું જવું તે કોનું ષડયંત્ર છે,કોનું દબાણ છે તે વિશે વાઘેલા જાણે છે.


 
 

Read Also

 
Related News