India / sports
ક્રિકેટ સિવાય પણ રમત જગત છેઃ મિસ વર્લ્ડ બોડી બિલ્ડિંગ 2017 બની ભારત (દહેરાદૂન)ની 21 વર્ષની ભૂમિકા શર્મા
02:31 PM on 27th June, 2017

ભારતની મહિલા બોડી બિલ્ડર 21 વર્ષની ભૂમિકા શર્મા વેનિસમાં આયોજીત મિસ વર્લ્ડ બોડી બિલ્ડિંગ 2017ની વિજેતા બની છે.

ભારતના દહેરાદૂનની રહેવાસી ભૂમિકા શર્માએ વેનિસમાં હાલમાં આયોજીત મિસ વર્લ્ડ બોડી બિલ્ડિંગ 2017 સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં વિવિધ દેશની 50 સ્પર્ધકો હતી.આ બધી સ્પર્ધકોને પાછળ રાખી ભૂમિકાએ મિસ વર્લ્ડ બોડી બિલ્ડિંગ 2017નો તાજ જીતી લીધો હતો.આગામી ડિસેમ્બરમાં યોજાનારી મહિલા બોડી બિલ્ડિંગની મિસ યુનિવર્સ સ્પર્ધા જીતવા હવે ભૂમિકા તૈયારી કરી રહી છે.

 

ઉલ્લેખનિય છે કે,ભૂમિકાની માતા હંસા શર્મા ભારતની મહિલા વેટલિફ્ટિંગ ટીમની ભૂતપૂર્વ મુખ્ય કોચ છે.હંસા શર્માએ ભૂમિકાને શરૂઆતમાં શૂટિંગમાં મોકલી હતી પણ બોડી બિલ્ડિંગના એક કોચે તેને બોડી બિલ્ડિંગ જોઇન્ટ કરવા કહ્યું અને તેણે કારકિર્દીનું ક્ષેત્ર બદલ્યું અને પરિણામ સામે છે....વિજય.

 
 

Read Also

 
Related News