India / Entertainment
પ્રસિદ્ધિ મેળવવા શું કરવું...? બિગ બોસની સ્પર્ધક અર્શીખાનને આકાશ દદલાણીની 'ખુલ્લી' સલાહ
08:36 PM on 07th November, 2017

બિગ બોસ સિઝન-11ની બિનધાસ્ત સ્પર્ધક અર્શીખાનને તેના વસ્ત્રોને કારણે ચોક્કસ દર્શકો પસંદ કરી રહ્યા છે.બાકી તેના ફાલતુ પંગા પણ દર્શકોને પસંદ પડી રહ્યા છે.બિગ બોસના ઘરમાં રહેતો દદલાણી પરિવારના ચિરાગ આકાશ અને અર્શી વચ્ચે આજકાલ જોરદાર દોસ્તી છે. બિગબોસના શોમાં વધુ પ્રસિદ્દિ મેળવવા આકાશે અર્શીને એક રસ્તો બતાવ્યો છે...જો કે,આ રસ્તો તેના એટલે કે,આકાશની કક્ષાનો જ છે.

આકાશે અર્શીને કહ્યું કે,તેને વધુ પ્રસિદ્ધિ મેળવવી હોય તો તે તેની ક્લીવેજ (કલીવેજનો અર્થ જોઇ લેવો અથવા પૂછી લેવો)વધુ બતાવે.આ ઘટના બિગબોસના રોજ પ્રદર્શિત થતા એપિસોડમાં બતાવાવમાં નથી આવી પણ અનસીન વીડિયોમાં જોવા મળે છે.

 

ગાર્ડન એરિયામાં બન્ને મસ્તી અને ડાન્સ કરતા હોય છે તે દરમિયાન આકાશની નજર અર્શીની ક્લીવેજ પર હોય છે તેથી અર્શી ત્યાં જોવાની ના કહે છે.તેના જવાબમાં આકાશ કહે છે કે,તું તારા જેકેટને ફાડી નાખ જેથી તારી કલીવેજ વધુ દેખાય અને તને વધુ ફુટેજ મળે.આ પછી અર્શી તેના જેકેટની જીપ થોડી વધુ ખોલે છે.

ઉલ્લેખનિય છે કે,હાલમાં જ આકાશ અને અર્શીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં અર્શી આકાશનું પેન્ટ જબરદસ્તી ઉતારતી દેખાય છે.

 
 

Read Also

 
Related News