India / gujarath
કાર્ટુન પ્રહારમાં ઠોઠ સાબિત થઇ રહેલું ભાજપ, રાહુલને નિશાન બનાવતા કાર્ટુનમાં રાહુલ જ નહીં ?!
12:06 PM on 10th November, 2017

કોંગ્રેસે 15-20 કાર્ટુન બનાવી વડાપ્રધાન મોદીને પડકારવાનું શરૂ કર્યું તેના જવાબમાં ભાજપે પણ પોસ્ટર બનાવ્યા પણ પોસ્ટર બનાવ્યાનો ઉદ્દેશ્ય પુરો નથી થતો.કારણ કે,રાહુલ પર વ્યંગ કરતા પોસ્ટરમાં જે નેતા ભાગતો દેખાય છે તેના ચહેરા-મોહરાનો રાહુલગાંધી સાથે કોઇ મેળ જ નથી. ભાજપે જો જાણીજોઇને તે ભાગતા નેતાને રાહુલનો ચહેરો નથી આપ્યો તો મતલબ એ કે,ભાજપ ડરે છે.કોંગ્રેસ તો નથી ડરતી.

 

 

ઉલ્લેખનિય છે કે,કોંગ્રેસે મોદીની નીતિઓ અને નિર્ણયોને અસફળ બતાવતા કાર્ટુનોની શ્રેણી તૈયાર કરી છે.જેમાંના બે કાર્ટુન પ્રસિદ્ધ કરાયા છે.જેમાં એક ગરીબ દંપતિ અને તેનું બાળક મોદીને અભિનંદન આપે છે,કાળાનાણા અને ડોકલામ મામલે.આ કાર્ટુનમાં સ્પષ્ટપણે મોદીનો ચહેરો છે અને મોદીનો પડછાયો શિંગડાવાળો બતાવાયો છે.જો કોંગ્રેસ સ્પષ્ટપણે મોદીનો ચહેરો કાર્ટુનમાં બતાવવાની હિંમત ધરાવતી હોય તો ભાજપે તેના કાર્ટુનમાં રાહુલનો ચહેરો કેમ ન બતાવ્યો.

 

 

ભાજપે જે બે કાર્ટુન બનાવ્યા છે તેમાં સુરતની રાહુલની તાજેતરની મુલાકાત દરમિયાન મોદી મોદી પોકારો થયા તે ઘટનાને બતાવી છે. કાર્ટુનના પહેલા ભાગમાં એક નેતા નોટબંધી નોટબંધી નોટબંધી બોલતો મંચ પર દેખાય છે.કાર્ટુનના બીજા ભાગમાં લોકો મોદી મોદી મોદી પોકારતા બતાવાયા છે અને પેલા નેતાને પીઠ બતાવી ભાગતો બતાવાયો છે.કાર્ટુનની સૌથી મોટી ખામી એ છે કે,તે બાગતો નેતા રાહુલ હોવા જોઇતા હતા તે નથી.જે નેતા ભાગે છે તેને ઝબ્ભા પર કોટી પહેરી છે અને ચશ્મા પણ પહેરેલા છે.રાહુલ તો ઝબ્ભા પર નથી કોટી પહેરતા કે નથી ચશ્મા પહેરતા.ભાજપે કાર્ટુનમાં ઘટના રાહુલની સભાની બતાવી તો પછી રાહુલને જ ભાગતા કેમ ન બતાવ્યા ?!

 
 

Read Also

 
Related News