India / gujarath
રાજકીય પક્ષો તેના DNA બતાવી રહ્યા છે,હવે પ્રજા પોતાના DNA બતાવેઃ કોંગ્રેસ તેના સહયોગીઓ અને ભાજપ ! રાજકીય પક્ષો પરસ્પરને બદનામ કરવાના નહીં મતદાર સાથે છેતરપિંડી કરી મત પડાવવાના પ્રયાસ કરી રહ્યા છે ! ગુજરાતના મતદારોએ વિવેક અને પરિપકવતાથી VOTE કે NOTAનો નિર્ણય કરવાનો છે !
02:28 PM on 14th November, 2017

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલાથી આજ દિવસ સુધી ભાજપ અને કોંગ્રેસ પરસ્પર પર નિમ્ન કક્ષાના આક્ષેપો કરી રહ્યા છે.કોંગ્રેસના પરોક્ષ સમર્થક પાટીદાર નેતા હાર્દિકની કથિત સેકસ સીડી ગઇકાલે વાયરલ કરવામાં આવી.હાર્દિકે કહ્યું કે સીડી તેની નથી.ભાજપ કહે છે સીડી હાર્દિકની છે.કોંગ્રેસ કહે છે હાર્દિકને બદનામ કરવાનું ષડયંત્ર છે.સાચી વાત તો એ છે કે,આમાનું કંઇ નથી,અસલી વાત તો છે ગુજરાતના મતદારોને યેનકેન પ્રકારે પોતાના તરફે કરી તેમના મત મેળવવાનો ખેલ છે.ભાજપ અને કોંગ્રેસ બંને ગુજરાતના મતદારોને છેતરી રહ્યા છે.ઠગી રહ્યા છે.તેમની સાથે છતરપિંડી કરી રહ્યા છે. વિપક્ષ માટે મતદારોને ગેરમાર્ગે દોરી બંને પક્ષ પોતાના ઉલ્લુ સીધા કરવા માગે છે.

 

 

કોંગ્રેસ અને ભાજપ સંસ્કારિતાની વાતો કરે છે પણ સંસ્કારહીન નિવેદનો અને કૃત્યો આ જ બંને પક્ષ કરે છે,વિપક્ષને બદનામ કરી,મત મેળવવા માટે.બંને પક્ષ ગંદી રાજનીતિ નહીં,ગંદી નીતિ આચરી રહ્યા છે.હવે મતદારે વિચારવાનું છે કે,પરસ્પર માટે હીન કક્ષાનું બોલતા આ બંને પક્ષને સત્તા સોંપવી જોઇએ ? બંને માથી એક પણ પક્ષ દૂધે ધોયેલો નથી.

સકારાત્મક,રચનાત્મક,સર્જનાત્મક પ્રચાર કરી ભાજપ અને કોંગ્રેસ મતદારને પોતાના સમર્થનમાં લાવવા માટે સક્ષમ નથી અથવા તેમના સંસ્કાર નથી તેથી જ હલકી અને ગંદી નીતિઓ અને પરસ્પર આક્ષેપો કરવા પડે છે.કોંગ્રેસ અને ભાજપ તો તેમના DNA બતાવી રહ્યા છે.ગુજરાતનો મતદાર તેના સંસ્કાર-સમજ-શિક્ષણ-પરિપક્વતા કેમ નથી બતાવતો ? 

 

એકને સત્તા પરથી ઉઠાડીને બીજાને બેસાડવો અને બીજાને ઉઠાડી પહેલાને સત્તા પર બેસાડવો તે પરિપક્વતા નથી,તે તો ભૂતને ઉઠાડી પલીતને બેસાડવું છે.ઉલમાંથી નિકળી ચુલમાં પડવું છે.બંનેમાંથી કોઇને સત્તા ન મળે તેવું કંઇક કરવા મતદારોએ વિચારવું પડશે.બંનેને મૂળમાંથી જ ભૂંસી નાખવા પડશે અને વનવાસમાં મોકલી,સંસ્કારી થઇને પરત આવવાની ચેતવણી અને ધમકી આપવી પડશે.બાકી કોંગ્રેસને બદલે ભાજપ આવ્યો તો પણ સ્થિતિ એ જ છે અને હવે કોંગ્રેસ આવશે તો પણ સ્થિતિ બદલાશે નહીં...આ તો રાજકીય પક્ષ માટે સત્તા બદલો છે.પ્રજા ઇચ્છે છે તેવું પરિવર્તન નથી.પ્રજાને જોઇતું પરિવર્તન ક્યારેય કોઇ રાજકીય પક્ષ કે નેતા ન લાવે,તે તો પ્રજાએ જાતે લાવવું પડે.

 
 

Read Also

 
Related News