India / sports
જેન્ટલમેન ગેમની ડર્ટી ગેમઃ વેસ્ટ ઇન્ડિઝ ટીમની અનેક અપ્રમાણિકતાઓની બ્રાયન લારાએ પ્રમાણિકપણે કરી વાતો
04:29 PM on 06th September, 2017

ક્રિકેટની ઓળખ આજે ભલે સટ્ટાખોરોની રમતની હોય,મૂળરૂપે તેને જેન્ટલમેન ગેમ એટલે કે,સદગૃહસ્થોની રમત કહેવામાં આવે છે.જેન્ટલમેન ગેમ કહેવાતી આ ગેમમાં જે ગંદી રાજનીતિ અને સટ્ટાખોરી થાય છે તે મોટેભાગે ગુપ્ત જ રહે છે.ક્યારેક કોઇ શ્રીસંત બહાર આવે છે.ક્રિકેટમાં સ્લેજિંગ તો હવે રમતની રણનીતિ બની ગઇ છે.ક્રિકેટમાં માત્ક ખેલાડીઓ જ નહીં અમ્પયારો પણ ફુટેલા અને અપ્રમાણિક હોય છે.ક્રિકેટની દુનિયામાં પોતાનું એકચક્રી શાસન અને દબદબો જાળવી રાખવા વેસ્ટ ઇન્ડિઝની ટીમે કોઇ સમયે કેવી ગંદી રમત રમેલી તેનો રહસ્ય સ્ફોટ મહાન બેટ્સમેન બ્રાયન લારાએ કર્યો છે.

 

ઉલ્લેખનિય છે કે,એક સમય હતો જ્યારે ક્રિકેટની દુનિયામાં વેસ્ટ ઇન્ડિઝની દાદાગીરી હતી.કોઇ ટીમ તેને હરાવી શકતી ન હતી.વેસ્ટ ઇન્ડિઝ પાસે ભયાનક બેટ્સમેન અને બૉલર હતા.જેને કારણે લગભગ 15 વર્ષ વેસ્ટ ઇન્ડિઝની ટીમ એક પણ ટેસ્ટ હારી ન હતી.તે સમયે વન-ડે અને ટી20 ન હતા.વેસ્ટ ઇન્ડિઝની અપરાજીત ટીમને અન્ય ટીમોએ જ્યારે ટક્કર આપવાનું શરૂ કર્યું ત્યારે વેસ્ટ ઇન્ડિઝના તે ખેલાડીઓ જે આજે મહાન કહેવાય છે તેમણે મેદાન પર ભરપૂર અપ્રમાણિકતાઓ આચરી હતી.

દુનિયાના મહાન બેટ્સમેનમાં જેની ગણના થાય છે તે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી બ્રાયન લારાએ લોર્ડસમાં એમસીસી સ્પિરીટ ઓફ ક્રિકેટ લેકચર શ્રેણીમાં કહી.તેણે કહ્યું કે,90ના દશકમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમનું શાસન હતું છતાં તે સ્પોર્ટસમેન સ્પિરીટથી રમતી ન હતી.

ક્રિકેટ રમતની પ્રસિદ્ધ વેબસાઇટ ક્રિકઇફન્ફોએ લારાનો હવાલો આપી લખ્યું છે કે, રમતની અખંડતા જાળવવાની જવાબદારી વિશ્વની ટોચની ટીમ પર હોય છે.તે જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે સ્પોર્ટસમેન સ્પિરીટ જાળવવાની જવાબદારી તેમની પ્રાથમિકતા હોય છે.

લારાનું માનવું છે કે,1980 અને 1990માં વેસ્ટ ઇન્ડિઝની ટીમના ઘાણા સારા વિક્રમો છતાં ઘણીવાર એવું બન્યું કે,ટીમે તેની રણનીતિઓનો અમલ કર્યા છતાં પરિણામો તેમને જોઇતા ન આવ્યા.લારાએ કહ્યું કે,જ્યારે વેસ્ટ ઇન્ડિઝનો દબદબો હતો ત્યારે મારો જન્મ થયો હતો.1980થી 15 વર્ષ સુધી વેસ્ટ ઇન્ડિઝ ક્યારેય કોઇ શ્રેણી ન હાર્યું.1989માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની ટેસ્ટ શ્રેણીનું ઉદાહરણ આપતા લારાએ કહ્યું કે,કોલિન ક્રોફ્ટ સાથે બોલાચાલી થયા પછી માઇકલ હોલ્ડિંગે અમ્પાયરને ખભો માર્યો હતો.જાણે કે તે અમ્પાયરનો ખભો તોડા નાંખવા માગતો હોય.એકવાર તો હોલ્ડિંગ ભૂલી ગયા કે તે ક્રિકેટર છે ફુટબૉલર નહીં,તેમણે ગુસ્સો થઇ સ્ટમ્પને લાત મારી હતી.આ ઘટનાઓની વિશ્વ ક્રિકેટ પર બહુ ખરાબ અસર પડી હતી.

લારાએ કહ્યું કે,વેસ્ટઇન્ડિધની ટીમને વિજય પર વિજય મળતા હતા છતાં તેમને તેમના દેશની ટીમ માટે ગૌરવ થતું ન હતું.આ માટે તેમણે કારણો પણ આપ્યા.1988માં પાકિસ્તાનના પ્રવાસમાં અમ્પાયરોના ખોટા નિર્ણયોની મદદથી વેસ્ટ ઇન્ડિઝ ટીમ જીતી રહી હતી.ઇમરાનખાને વિવ રિચાર્ડસને એલબીડબલ્યુ કર્યા હતા.અબ્દુલ કાદીરના બૉલમાં જેફ્રી ડુજોન આઉટ હતા પણ અમ્પાયરના નિર્ણયના કારણે તે બન્ને રમતા રહ્યા.આ રીતે વેસ્ટ ઇન્ડિઝની ટીમના ઘણા વિજય અમ્પાયરોની અપ્રમાણિકતાને કારણે હતા.

 

 

લારએ કહ્યું કે, 1990માં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણી હતી તેમાં આવા અનેક દાખલા જોવા મળ્યા તેને કારણે તેઓ બહુ પરેશાન થયો હતા.લારએ કહ્યું કે,તેના માટે દુનિયાની જે સૌથી વધુ ખરાબ ચીજ હતી તે જ રીતે ક્રિકેટના તેના હીરો રમતા હતા. જમૈકા ટેસ્ટ ઇંગ્લેન્ડે જીતી લીધા પછી ત્રિનિદાદમાં મેચ અધિકારી જાણી જોઇને મેચ શરૂ કરતા ન હતા.તેમને જો મેદાન પર ક્યાંય પણ પાણી દેખાય તો તે ફરી મોડું કરતા હતા.આ મેચ પણ વેસ્ટ ઇન્ડિઝે ડ્રો કરાવ્યો.ત્રિનિદાદ મેચમાં હું 12મો ખેલાડી હતો.આ રીતની રમત જોઇને મને બહુ ખરાબ લાગતું હતું.

બારબાડોસમાં મેટ ડ્રો તરફ આગળ વધી રહ્યો હતો.મેં બૉલને લેગ સાઇડ ફ્લિક કર્યો અને જેફ્રી ડુજોને ડાઇવ મારી અને પહેલી સ્લીપનો ખેલાડી અમ્પાર પાસે ગયો અને આઉટની અપીલ કરી.અમ્પાયરને આ કેચ લાગતો ન હતો પણ પેલો ખેલાડી સતત અપીલ કરતો રહ્યો અને અંતે અમ્પાયરે આઉટ આપ્યો જ્યારે કે,તે ખેલાડી આઉટ જ ન હતો.આ ઘટના પછી ક્રિકંટ પરથી ઇંગ્લેન્ડનો વિશ્વાસ જ ઉઠી ગયો હતો.આ ઘટના પછી એટીંગામાં પણ ઇંગ્લેન્ડ હાર્યું અને તે સાથે 2-1થી શ્રેણી પણ ગુમાવી.

લારએ કહ્યું કે,આ જ બેઇમાની વેસ્ટ ઇન્ડિઝના પતનનું કારણ પણ બની.બધા વિજયના નશામાં મસ્ત રહ્યા.કોઇએ ખામીઓ અને ભૂલો ન સુધારી. લોકો કહે છે કે,વેસ્ટ ઇન્ડિનો ખરાબ સમય 1995 પછી શરૂ થયો પણખરાબ સમય તો ત્યારે જ શરૂ થયો હતો જ્યારે તેના દેશના મહાન ખેલાડીઓ આ રીતે રમી રહ્યા હતા.


 
 

Read Also

 
Related News