India / gujarath
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન...પ્રતિ કલાક 350 કિલોમીટરની ગતિ,બે કલાકમાં અમદાવાદથી મુંબઇ,6 સેકન્ડથી વધુ મોડી નહીં પડે, વર્ષ 2022 સુધીમાં દોડતી થવાની ધારણા,3300 રૂપિયા ભાડૂં !
03:26 PM on 12th September, 2017

બુલેટ ટ્રેનના જનક જાપાનના વડાપ્રધાન આવતીકાલથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.તેમની મુલાકાતનું સૌથી મુખ્ય અને મહત્વનું કારણ છે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનો શિલાન્યાસ.

જાપાનમાં તો દસકાઓથી બુલેટ ટ્રેન ચાલે છે..જાપાન બુલેટ ટ્રેનનું જનક છે અને બુલેટ ટ્રેનનો જે અનુભવ જાપાનને છએ તે બીજા કોઇ દેશને નથી.મોદીના મહાસપનાઓમાંનું એક છે બુલેટ ટ્રેન.અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડાવવા ધારેલી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પાંચ વર્ષનો છે.વર્ષ 2022માં બુલેટ ટ્રેન દોડતી થઇ જવાનું મોદીનું સપનું છે.જો કે,વચ્ચે 2019 લોકસભા ચૂંટણી આવે છે પણ મોદીને વિશ્વાસ છે કે,2019 પછી પણ સત્તા તેમની જ છે.

 

 

અમદાવાદ-મુંબઇ અને મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની ગતિ કલાકના 350 કિલોમીટરની હશે.આ ગતિના આધારે જોઇએ તો અમદાવાદથી મુંબઇ પહોંચવામાં બે કલાક લાગશે એટલે કે,કરવું હોય તો અપડાઉન પણ કરી શકાય.

અત્યારે આયોજન તો એવું છે કે,બુલેટ ટ્રેન ક્યારેય મોડી નહીં થાય..છતાં વધુમાં વધુ 60 સેકન્ડ મોડી પડી શકે તેવી વાત છે.

બુલેટ ટ્રેન આટલી ઝડપી ગતિથી ચાલે તો સુરક્ષાનું શું તે સવાલ થાય પણ કહેવામાં આવે છે કે,બુલેટ ટ્રેન સૌથી વધુ સુરક્ષિત હશે.જાપાનમાં છેલ્લા 51 વર્ષમાં કોઇ દુર્ઘટના નથી બની.ભારતની બુલેટ ટ્રેન પણ આવી જ સુરક્ષિત હશે.

બુલેટ ટ્રેન વાતાનુકૂલિત હશે અને આરામથી યાત્રા કરી શકાય તે માટે બધી સુવિધાઓ હશે. બુલેટ ટ્રેનમાં પણ ક્લાસ હશે જેમાં ફર્સ્ટ કલાસ અને બિઝનેસ ક્લાસ હશે જેમાં મફતમાં ઇન્ટરનેટ સેવા મળશે.

બુલેટ ટ્રેનમાં 10થી16 કૉચ હશે અને દરેક ટ્રેનમાં 1300થી1600 લોકો બેસી શકશે.બુલેટ ટ્રેનનું પ્રસ્તાવિત ભાડૂં 3300 રૂપિયા હશે જે હાલની એસી ટ્રેનના ભાડા કરતાં દોઢ ગણું વધારે હશે.બુલેટ ટ્રેનને કારણે નવા રોજગાર પણ ઉભા થવાની અપેક્ષા છે..

મુંબઇથી ઉપડેલી બુલેટ ટ્રેન 12 સ્ટેશન કરશે...જેમાં મુખ્યત્વે ઠાણે,વિરાર,બોઇસર,વાપી,બીલીમોરા,સુરત,ભરૂચ,વડોદરા અને અમદાવાદ હશે.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News