India / gujarath
ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત સંપન્નઃ મોદીએ કહ્યું 2022માં હું અને આબે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનમાં સાથે યાત્રા કરશું
11:50 AM on 14th September, 2017

વડાપ્રધાન મોદીના મહાન સપનાઓમાંના એક બુલેટ ટ્રેનના સપના સાકાર થવાની શરૂઆત આજથી 14 સપ્ટેમ્બર,2017ના દિવસથી થઇ ગઇ છે.જાપાનના વડાપ્રધાન આબે અને વડાપ્રધાન મોદીએ આજે સવારે અમદાવાદમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું.

 

 

અમદાવાદ-મુંબઇ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 1 લાખ કરોડ રૂપિયાનો છે.ભારત સરકારનો ધ્યેય છે આ પ્રોજેક્ટને તેના નિર્ધારિત સમય કરતાં એક વર્ષ વહેલો એટલે કે,વર્ષ 2022માં પુરો કરી લેવાનો.

મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે,ભારત સ્વતંત્ર થયાના 70 વર્ષે આ ખાતમુહૂર્ત થયું છે અને ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થશે ત્યારે આ ટ્રેન દોડવી શરૂ થશે જેમાં હું અને શિંજો આબે સાથે યાત્રા કરશું.

 

તેમણે કહ્યું કે,બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જાપાને 0.1 ટકાના વ્યાજદરે જાપાને ભારતને 88000 કરોડ રૂપિયાની લોન આપી છે અને આ લોન 50 વર્ષમાં ચુકવવાની છે.તેમણે કહ્યું કે,બુલેટ ટ્રેનની ટેકનોલોજી જાપાનમાંથી મળી રહી છે પણ તેના સંસાધન ભારતમાં જ બનશે.દેશની કંપનીઓને નવો રોજગાર મળશે અને મેક ઇન ઇન્ડિયાને વેગ મળશે.

 

 

જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ તેમના સંબોધનમાં કહ્યું કે,ભારત અને જાપાનની મિત્રતા દ્વિપક્ષીય નથી,વિશ્વ વ્યવસ્થાની મિત્રતા છે.હું અને મોદી જય જાપાન,જય ઇન્ડિયાનું સપનું સાકાર કરશું.હું ફરી જ્યારે ભારત આવીશ ત્યારે બુલેટ ટ્રેનમાં બેસીશ.તેમણે કહ્યું કે,જાપાનમાં બુલેટ ટ્રેનની કોઇ દુર્ઘટના નથી બનતી.એક દિવસ એવો આવશે કે,આખા ભારતમાં બુલેટ ટ્રેન દોડશે.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News