India / gujarath
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કિલિંગ ટ્વિસ્ટઃ વિજય રૂપાણી સરકાર અને અમિત શાહ મારી હત્યા કરાવવા ઇચ્છે છેઃછોટુ વસાવાએ ફેસબૂક પર મૂક્યો વીડિયો
11:29 AM on 30th November, 2017

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કિલિંગ ટ્વિસ્ટ આવ્યો છે.જનતા દળ નીતિશ કુમાર જૂથના નેતા અને ઝઘડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર છોટુ વસાવાએ વિજય રૂપાણી સરકાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર ભયંકર આરોપ કરતાં કહ્યું છે કે,રૂપાણી સરકાર અને અમિત શાહ તેમની હત્યા કરાવવા ઇચ્છે છે.

છોટુ વસાવાએ ફેસબૂક પર 108 સેકન્ડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.આ વીડિયોમાં વસાવા કહે છે કે,''તેના આદિવાસી મતવિસ્તારના લોકો પર ભાજપે અત્યાચાર કર્યો છે.તેમણે ક્રાંતિકારીઓ પર ગોળીઓ વરસાવી અને લોકોને મારી નાખ્યા.વસાવાએ પૂછ્યું છે કે,વડોદરા રેન્જના આઇજી તરીકે અભય ચુડાસમાને કેમ મૂકવામાં આવ્યા.''

 

 

ઉલ્લેખનિય છે કે,ભરૂચ વડોદરા રેન્જ હેઠળ આવે છે.વસાવાએ કહ્યું છે કે,''ચૂડાસમાને એટલે મૂકવામાં આવ્યા કે,તેઓ મારા માણસોની કનડગત કરી શકે અને મારા જીવન પર ભય ઉભો થાય.તેમણે મારા ઘર અને વિસ્તારનો સર્વે શરૂ કર્યો છે.જો રાજ્યમાં ચૂંટણીપંચ જેવું કંઇ હોય તો તેણે સ્થિતને ધ્યાનમાં લઇ મને સુરક્ષા પુરી પાડવી જોઇએ.મારા વિસ્તારમાંથી ભાજપને એક પણમત નહીં મળે.રાજ્યસભા ચૂંટણીમાં મેં તેમને પરાજીત કર્યા તેનો બદલો લેવા અમિત શાહ ગમે તે કરી શકે.''

છોટુ વસાવાએ 'ઇન્ડિયન એક્સપ્રેસ' સમાચાર પત્રને કહ્યું કે,''રાજયસભાની ચૂંટણી પછી વધુ સુરક્ષા માટે મેં તરત ગૃહમંત્રી રાજનાથસિંહને લખ્યું હતું.''

 
 

Read Also

 
Related News