India / gujarath
હવે હરખે રહો ગુજરાત....! ચોટલા,ચોટલી, પોની,વાળ કપાવા તે માત્ર માનસિક તુક્કો છે, કોઇ ભેદી વસ્તુ નથી...મુખ્ય પ્રધાન રૂપાણીએ દૂધનું દૂધ...પાણીનું પાણી કરી આપ્યું !
12:47 PM on 14th August, 2017

હાશ...ચોટલી કાંડનું ભૂત અંતે ધૂમાડો જ નિકળ્યો ! છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતની મહિલાઓને ટેન્શનમાં રાખી રહેલા ચોટલી-ચોટલો-પોની-વાળ કપાવાનું ધૂણતું ભૂત...માત્ર ભ્રમ હોવાનું સાબિત થઇ ગયું છે.આ બાબતે મુખ્ય મંત્રી રૂપાણીએ નિવેદન કરીને કહેવું પડયું છે કે,આ બધું તૂત છે.

છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યની મહિલાઓ ભયભીત હતી કે,કોણ જાણે ક્યારે કોણ આવીને વાળ કાપી જાય.રાજ્યના અનેક શહેરોમાં ચોટલા કપાવાના બનાવની વિગતો મીડિયામાં પ્રકાશિત થતાં સરકારે આ બાબતે તપાસ કરવાનો નિર્ણય કર્યો હતો અને ચોટલા કપાવાની ઘટનાઓની તપાસ કરવા રાજ્ય પોલીસવડાને કહ્યું હતું.

 

 

રાજ્ય પોલીસ વડાએ સીઆઇડી ક્રાઇમની એક ટીમ બનાવી તપાસ સોંપી હતી. આ ટીમે મહેસાણાના ખેરાલુમાં તપાસ શરૂ કરી હતી.જે મહિલાઓના વાળ કપાયા હતા તેમને મળી પૂછપરછ કરી હતી.ઉલ્લેખનિય છે કે,મહેસાણા જિલ્લામાં મહિલાઓના વાળ કપાવાની સાત ઘટના બની હતી.આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા કચ્છમાં પણઆવી ઘટના બની હતી.

પોલીસ તપાસ અને કપાએલા વાળની FSL તપાસના અંતે તારણ એ નિકળ્યું હતું કે,કોઇ ભેદી મહિલા,કાળી બિલાડી,વિચિત્ર વાનર જેવું કંઇ નથી અને કોઇ કોઇના વાળ કાપતું નથી.તપાસમાં જાણવા મળ્યું હતું કે,અમુક મહિલાએ જાતે જ પોતાના વાળ કાપ્યા હતા.

 

પોલીસ તપાસના આધારે મુખ્ય મંત્રી રૂપાણીએ કહ્યું છે કે, ચોટલી કાંડમાં કોઈ ભેદી વસ્તુ નથી, માત્ર માનસિક તુક્કો છે. ચોટલી કાંડ સાવ હંબગ છે. ત્રણથી ચાર લોકાના નિવેદનો આવી ગયા છે. કોઇ આ પ્રકારની ભેદી પ્રવૃતિ નથી. માનસિક અને આયોજીત કૃત્યો છે.સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી છે.કોઇએ ગભરાવાની જરૂર નથી.એક એક કેસના ઉંડાણમાં જઇ જેણે ચોટલી કાપી છે તે બધા પર સરકાર પગલાં લેશે.જે વ્યક્તિએ ચોટલી કપાવાની ખોટી વાતો કરી હશે અથવા તો કોઈ જુઠ્ઠાણું ચલાવશે તો તેની સામે પોલીસ કાર્યવાહી થશે. 

હવે મહિલાઓના ચોટલા-ચોટલી-પોની-વાળ સલામત છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News