India / gujarath
ગુજરાત લાવી દેવાયા...! કોંગ્રેસના ધારાસભ્યોને... આણંદના નિજાનંદ રિસોર્ટમાં સાચવી રખાયા છે...! રાજ્ય સરકારે 'શુભેચ્છા' બતાવી ચુસ્ત બંદોબસ્ત આપ્યો...! જો કોઇ 'ગુપ્ત ચમત્કાર' કરી રાખ્યો હશે તો જ ભાજપ જીતશે તેવા મળતા સંકેત...
12:53 PM on 07th August, 2017

અમદાવાદ ટુ બેંગાલુરૂ અને બેંગાલુરૂથી અમદાવાદની ટુર કરાવી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને આણંદ નજીકના નિજાનંદ રિસોર્ટમાં પહોંચાડી દેવાયા છે.ગુજરાત સરકારે પુરતો અને વિચાર કરતાં વધુ પડતો લાગે તેટલો અને તેવો જોરદાર-કડક-ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કોંગ્રેસના ધારાસભ્યોને આપ્યો છે.આજની સોમવારની રાત કયામતની રાત છે...આવતીકાલે તારીખ 8 ઓગસ્ટે ઝેરના પારખા થવાના છે...કોને ર્જાયસભાની ત્રણ બેઠકોનું અમૃત અને કોને પરાજયનું હળાહળ મળ્યું તે આવતીકાલે જાણવા મલી જશે...અને કોને 'ખબર પડી' ગઇ ભાજપને કે કોંગ્રેસને તેની પણ ખબર પડી જશે...થોભો અને રાહ જુઓ...!

 

 

રાજ્યસભાની બેઠકો તો સમયાંતરે ખાલી પડતી રહે છે અને ખાલી બેઠકોની ચૂંટણીઓ પણ થતી રહી છે...ક્યારે ચૂંટણી થઇ અને પતી ગઇ તેની લોકોને ખબર પણ પડતી ન હતી...પરંતુ આ વખતે વાત જુદી છે...ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ માટે નાકનો સવાલ છે તો રાજકારણના રસિયાઓ માટે ઉત્તેજનાની જબરદસ્ત રમત છે.આ ચૂંટણીની ઉત્સુકતા અને ઉત્તેજનાની પરાકાષ્ટા એ છે કે,ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ હારશે તેના પર કરોડો રૂપિયાનો સટ્ટો પણ રમાય રહ્યો છે...રાજનીતિની રમતમાં જુગાર...વાહ ક્યા બાત હૈ...!

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહે એ જ કહ્યું જે કહેવું જોઇએ...કોંગ્રેસના બધા ધારાસભ્યો સાથે જ રહેશે અને કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને જ મત આપશે.અહમદ પટેલને જીતવા માટે 45 ધારાસભ્યના મતની જરૂર છે.

 

જો કોંગ્રેસ 45 ધારસભ્યોને અહમદ પટેલને મત અપાવવામાં સફળ થઇ તો આ ઘટના અહમદ પટેલ અને કોંગ્રેસના વિજય કરતાં ભાજપ-મોદી અને અમિત શાહના ઘોર-કારમા-શરમજનક પરાજયની ઘટના બની રહેશે......!

અહમદ પટેલ જો જીતી ગયા તો ગુજરાતની મૃતઃપ્રાય કોંગ્રેસમાં સંજીવનીનો જબરદસ્ત ઉછાળો આવવાનો તે નક્કી......! અને રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણી પણ જીતી જવાના સપના જોવાના અને ભરતસિંહ સોલંકી દસકાઓ પછી ગુજરાતમાં કોંગ્રેસની સત્તાની કલ્પનામાં વ્યસ્ત થઇ જશે...!


 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News