India / gujarath
કોંગ્રેસ ડરી તો ગઇ જ છે....40 ધારાસભ્યોને બેંગાલુરુના રિસોર્ટમાં પુરી દીધા...વિશ્વાસનો અભાવ કે ભાજપનો ભય ? અહમદ પટેલ ન જીતે તો કોંગ્રેસનું નાક કપાશે,બળવંતસિંહ હારે તો ભાજપનું નાક કપાશે...સવાલ નાક નો છે...!
01:02 PM on 29th July, 2017

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં કયામત સર્જીને ગયા છે....વાઘેલાના ગયા પછી પાંચ ધારાસભ્યો કોંગ્રેસ છોડી ગયા અને હજુ રાઘવજી અને વાઘેલાના પુત્ર પણ કોંગ્રેસ છોડશે તેવા એંધાણ છે.રાજ્યસભાની ચૂંટણીમાં જો અહમદ પટેલ હારે તો કોંગ્રેસનું નાક કપાય અને આવું ન થાય તે માટે ગુજરાત કોંગ્રેસના 40 ધારાસભ્યોને કોંગ્રેસના શાસનવાળા કર્ણાટક રાજ્યના બેંગાલુરુ લઇ જવાયા છે અને ત્યાં ઇગલટન નામના રિસોર્ટમાં પુરી દેવાયા છે,બધા ધારાસ્ભ્યોના મોબાઇલ ફોન પણ લઇ લેવાયા છે.

 

 

6 ધારાસભ્યોના રાજીનામા પછી પણ કોંગ્રેસ પાસે હજુ 51 ધારાસભ્યો છે જેમાંથી 40 કોંગ્રેસના કબજામાં છે અને બાકીના 11માંથી 5 ધારાસભ્ય અજ્ઞાતવાસમાં છે.અહમદ પટેલને રાજ્યસભાની ચૂંટણી જીતાડવા કોંગ્રેસને 44 ધારાસભ્યોના મતની જરૂર છે,હાલની સ્થિતિ જોતાં 4 ધારાસભ્ય ઘટે છે.હવે જો કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય કોંગ્રેસ છોડે તો અહમદ પટેલ ચૂંટણીના મતદાન પહેલા જ પરાજીત થઇ જાય.કોંગ્રેસ દાવો કરે છે કે,હવે તેમનો એકપણ ધારાસભ્ય પક્ષ નથી છોડવાનો....પણ મોદી અને અમિત શાહને ભી કચ્ચી ગોલિયાં નહીં ખેલી...છેલ્લા 6 મહિનાથી તેઓ આયોજન કરી રહ્યા હતા...તેમણે પણ સરવાળા,બાદબાકી,ગુણાકાર,ભાગાકાર...બધું પાકું કર્યું હશે ને...ધારાસભ્યોને કોંગ્રેસ છોડાવી,કોંગ્રેસના અમક ધારાસાભ્યોએ કરેલા આક્ષેપ મુજબ કરોડો રૂપિયા,ચૂંટણીની ટિકિટ અને ચૂંટણી ખર્ચ ઉપાડવાના વચનો આપ્યા પછી પણ જો એક-બે મતથી અહમદ પટેલ જીતી જવાના હોય અને બળવંતસિંહ રાજપૂત હારવાના હોય તો મોદી અને શાહ આટલી બધી મહેનત કરે શું કામ..તે પણ એક સવાલ છે...જે કોંગ્રેસે વિચારવો જોઇએ અને કોંગ્રેસે એ વાત પણ ધ્યાનમાં લેવી જોઇએ કે,મોદી અને અમિત શાહ જેવો રાજનીતિનો અઠંગ ખેલાડી હાલમાં તો કોંગ્રેસમાં કોઇ નથી.

 

 

કોંગ્રેસના ધારાસભ્ય કામીનીબા રાઠોડે કહ્યું છે કે,તેઓ કોંગ્રેસને વફાદાર છે.ભીલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાએ પણ કહ્યું છે કે,તેઓ ક્યારેય પક્ષના વિરોધમાં ન હતા અને તેઓ કોંગ્રેસ નહીં છોડે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છએ કે,કોંગ્રેસને તેના ધારાસભ્યો પર વિશ્વાસ નથી તેથી તેમને બેંગાલુરુ લઇ જવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે,કોંગ્રેસ ધ્વસ્ત થઇ ગઇ છે.કોંગ્રેસનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે.

ધારાસભ્યોને બેંગાલુરુ લઇ જઇ કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી જીતે છે કે,મોદી અને અમિત શાહ તેમના આયોજનમાં સફળ થાય છે તે જોવું રહ્યું.જો અહમદ પટેલ જીતી ગયા તો નાક તો ભાજપનું પણ કપાશે...અને કોંગ્રેસની બલ્લે બલ્લે થઇ જશે..

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News