India / gujarath
નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !
01:18 PM on 16th November, 2017

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયાને કહ્યું કે,ગુજરાતના વ્યાપક વિકાસથી રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ખુશ છે અને ગુજરાતના વિકાસના અંદરખાને વખાણ કરે છે.ચૂંટણી પ્રચારમાં રાહુલ અમથા જ રાજ્ય સરકારની અને વિકાસ બાબતે ટીકા કરે છે.નીતિન પટેલે આ વાત તેમના કોંગ્રેસના મિત્રોએ કહેલી વાતના આધારે કહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે,કોંગ્રેસમાં તેમના મિત્રો છે અને તેમની સાથે બેઠા હોય ત્યારે તેમના કોંગ્રેસી નેતા મિત્રો કહે છે કે,ગુજરાતના વિકાસ એટલે કે,વ્યવસ્થા,પ્રગતિ,સમૃદ્ધિ,રોડ-રસ્તા,સરકારી દવાખાનાઓ,ઇમારતો,મંદિરો અને સ્વચ્છતાની રાહુલ અને કોંગ્રેસના અન્ય નેતાઓ જે ગુજરાત આવે છે તે અંદરખાને પ્રશંસા કરે છે.કોંગ્રેસના એ કયા નેતાઓ છે તે અંગે નીતિન પટેલ ન જ કહે તે સમજી શકાય છે.

 

નીતિન પટેલની આ વાતથી કોંગ્રેસ લાલચોળ થઇ ગઇ છે.કોંગ્રેસે નીતિન પટેલની વાત સાચી માની લીધી છે અને ઘરકા વિભીષણ કોણ છે તેની તપાસ શરૂ કરી છે.કોંગ્રેસે સમજવું જોઇએ કે,ભાજપની આ માઇન્ડ ગેમ પણ હોય શકે,જે વાત રાહુલ અને કોંગ્રેસ ક્યારેય નતી કહેવાના તે વાત તેમના જ મોઢામાં મૂકવાની આ મુત્સદ્દી,ચાલાકી પણ હોય શકે.કારણ કે,જંગલમેં મોત નાચા કિસને દેખા....!

કાલે એવું બને કે,ભરતસિંહ સોલંકી કે શક્તિસિંહ કે,અહમદ પટેલ કહે કે,ભાજપમાં તેમના જે મિત્રો છે તે કહે છે કે, મોદીની વિકાસની વાતોથી પક્ષમાં વ્યાપક નારાજી છે.જે વિકાસ થયો જ નથી તેની વાતો કરવાથી શું ફાયદો કારણ કે,લોકો બધું જુવે છે અને જાણે છે. 

 
 

Read Also

 
Related News