India / gujarath
ગંદા-ગંધાતા ગોમતી તળાવને કાંઠે બિરાજે ડાકોરના નાથ મારા રણછોડરાયજી રે ! સ્વચ્છતામાં છે પ્રભુનો વાસ...અને ભક્તોએ કરેલી ગંદકીની વાસ પ્રભુ સહન કરે !
12:03 PM on 21st July, 2017

ગંગા હોય,યમુના હોય,ગોમતી હોય કે, જૂનાગઢનો પ્રસિદ્ધ દામોદર કુંડ કે,ડાકોરનું ગોમતી તળાવ..આ બધી નદીઓ અને જળાશયોમાં એક સમાનતા છે અને તે છે...ગંદકી ! ગંગાને સ્વચ્છ કરવા રાજીવ ગાંધી સરકારથી મોદી સરકાર સુધી અબજો રૂપિયાનો ખર્ચ કરાયો છે અને છતાં ગંગા તો ગંદી જ છે.આ જ સ્થિતિ યમુનાની છે,દ્વારકાની ગોમતી નદીની છે.ભક્ત નરસૈંયો બ્રાહ્મ મુહૂર્તમાં જ્યાં સ્નાન કરવા જતા તે જૂનાગઢનો દામોદર કુંડ એ હદનો ગંદો છે કે,ઉબકા આવે. આ જ સ્થિતિ છે જગપ્રસિદ્ધ ડાકોરના રણછોડ મંદિર જેના કાંઠે છે તે ગોમતી તળાવની.

 

 

ખબર નહીં આપણને આપણા ઇશ્વર-ભગવાન-આરાધ્યોને ગંદકીની બાજુમાં રાખવા ગમે છે.બનારસમાં કાશી વિશ્વનાથ,દ્વારકામાં ભગવાન કૃષ્ણ અને ડાકોરમાં રણછોડરાય...આ બધા મંદિરોમાં આપણે નાહી-ધોઇને જઇએ છીએ,ભગવાન પાસે પૈસાથી લઇને પ્રસિદ્ધિના વરદાન માગીએ છીએ અને મંદિરની બહાર નિકળી નદી-તળાવમાં કચરા ફેંકી ફરાર થઇ જઇએ છીએ.તે બનારાસ હોય,હરદ્વાર હોય,દ્વારકા હોય કે ડાકોર...તીર્થસ્થાનોને ગંદા કરવા,ઉકરડા બનાવવા તે આપણો સ્વભાવ અને પ્રકૃતિ છે.આપણા તીર્થસ્થાનો ગંદા-ગંધાતા ઉકરડા બની ગયા છે તેના માટે 100એ100 ટકા જવાબદાર આપણે છીએ જેમના જીવનસૂત્રોમાનું એક છે સ્વચ્છતામાં પ્રભુનો વાસ છે અને પ્રભુને આપણે વાસ (દુર્ગંધ) જ અપ્રણ કરીએ છીએ.

આજે વાત છે ડાકોરના ગોમતી તળાવની.ડાકોરનું ગોમતી તળાવકે જ્યાં પવિત્ર સ્નાન કરવાનું હોયજેના પાણીનું આચમન કરવાનું હોય,જે પાણીની અંજલિ ભગવાનને આપવાની હોય,જે પાણીનું અર્ધ્ય સૂરજદેવને આપવાનું હોય...તે પાણી ડ્રેનેજના પાણીના સ્તરની ગંદકી અને દુર્ગંધ ધરાવે છે.

ડાકોરના રહેવાસીઓ અને ભગવાનના દર્શને આવતા ભક્તોએ ફેંકેલા કચરા,પ્લાસ્ટિકથી ગોમતી તળાવ ગંધાય છે.તળાવમાં લીલ બાઝેલી છે.પાણી  ગંધાય છે,પાણી સડી ગયું છે.આ ગોમતી તળાવના કાંઠે ભગવાનને તો 24 કલાક રહેવાનું છે.સ્વચ્છતામાં પ્રભુનો વાસ હોવાની વાત કરતાં આપણે ભક્તો ભગવાનના સ્થાનને,જ્યાં ભગવાન બિરાજે છે તે તીર્થને કેટલી હદે ગંદુ બનાવીએ છીએ અને ગંદુ રાખીએ છીએ.આશ્ચર્યની વાત તો એ છે કે, તીર્થસ્થાનોની ગંદકી તરફ આપણું ધ્યાન પણ નથી જતું તે હદે આપણે બેહોશ છીએ.

 

થોડી ફરજ સ્થાનિક વહીવટી તંત્રની પણ છે.કે તે તીર્થસ્થાનોને સ્વચ્છ રાખે,સુંદર રાખે પણ સરકારી વહીવટી તંત્ર જેવું આંધળુ-બહેરું અને ભ્રષ્ટ બીજું કોઇ તંત્ર નથી.સરકારી તંત્ર જ એટલી ગંદકીથી ખદબદે છે કે,તેને પણ આ ગંદકી ન દેખાય તે સ્વાભાવિક છે કારણ કે,તેને તો ગંદકીમાં રહેવાની આદત છે અને ગંદકી તેનો સ્વભાવ છે.

અહીં એ પણ વિચાર આવે છે કે,હિંદુ ધર્મ,હિંદુ સંસ્કૃતિના રક્ષક અને રામ મંદિર નિર્માણના યોદ્ધાઓ હિંદુ ધર્મના મોટા અને મહત્વના આ તીર્થધામોને સ્વચ્છ કરવાની અને સ્વચ્છ રાખવાની ઝુંબેશ કે અભિયાન કેમ નથી ચલાવતા ?

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News